હોસ્પિટલમાં રોટેશન અંગે કર્મચારીનો વિરોધ
યુનિયન સામે પગલાં લેવાની અને ગેરહાજર સ્ટાફને શો કોઝ નોટિસ આપી ટર્મિનેટ કરવાની તૈયારી બતાવી

વી એસ હોસ્પિટલ

વી એસ હોસ્પિટલ
અમદાવાદમાં વી એસ હોસ્પિટલના સ્ટાફને અન્ય હોસ્પિટલોમાં ટ્રાન્સફર આપ્યા બાદ પણ ફરજ પર હાજર ન થવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. છેલ્લા 11 દિવસથી 40 લોકોનો સ્ટાફ શારદાબેન હોસ્પિટલ અને LG હોસ્પિટલમાં ફરજ પર ગેરહાજર છે. આ કર્મચારીઓ વર્ષોથી વી એસ હોસ્પિટલમાં કામ કરતા હતા અને તેમને રોટેશનના ભાગરૂપે આ ટ્રાન્સફર આપવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં તેમને શારદાબેન અને એલ જી હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી, જ્યારે બીજા તબક્કામાં પણ કર્મચારીઓને UHC અને CHC સેન્ટર પર જવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, ટ્રાન્સફર છતાં આ વી એસ હોસ્પિટલનો સ્ટાફ અન્ય હોસ્પિટલમાં ફરજ નિભાવવા ન જતા, તેઓ વી એસ હોસ્પિટલમાં જ હાજરી પૂરી રહ્યા છે, જેના કારણે બંને હોસ્પિટલોમાં સ્ટાફની તંગી ઊભી થઈ છે.
સુપ્રિટેન્ડેન્ટ પારુલ શાહે આપ્યું નિવેદન
આ સમગ્ર વિવાદ અને હાજરી મુદ્દે વી એસ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પારુલ શાહે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ મામલે વી એસ બોર્ડના ચેરમેન એવા મેયર અને કમિશનર સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. યુનિયન દ્વારા તેમની પાસે થોડો સમય માંગવામાં આવ્યો હતો. સુપ્રિટેન્ડેન્ટે સ્પષ્ટ કર્યું કે, હવે યુનિયન સામે કેવા પ્રકારના પગલાં લેવા અને ચાલુ માસના 11 દિવસનો પગાર આપવો કે કેમ, તે અંગે સત્તાધીશો જે આદેશ આપશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આવનારા સમયમાં, જો આ કર્મચારીઓ નિમણૂક કરેલ જગ્યાએ હાજર ન થતા, તો તેમને શો કોઝ નોટિસ આપવામાં આવશે. જરૂર જણાશે તો આખરે તેમને ટર્મિનેટ પણ કરવામાં આવશે.
ગેરહાજર રહેલા કર્મચારીઓ સામે કડક વહીવટી કાર્યવાહી
આ દરમિયાન, વી એસ હોસ્પિટલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. વી એસ હોસ્પિટલમાં CMSની પાછળનો જે જર્જરિત હિસ્સો હતો, તેને સલામતીના ભાગરૂપે તોડી પાડવામાં આવ્યો છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે ત્યાંથી આવતા જતા લોકો પર કાટમાળ પડે તો કોઈને નુકશાન થાય નહીં અને અકસ્માત ટાળી શકાય. સત્તાધીશોની પ્રાથમિકતા હવે વી એસ હોસ્પિટલના સ્ટાફને નિયત કરેલી જગ્યાએ ફરજ પર હાજર કરાવવાની અને ગેરહાજર રહેલા કર્મચારીઓ સામે કડક વહીવટી કાર્યવાહી કરવાની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?