અમદાવાદ રેલવે સ્ટેશનની કાયાપલટ થઇ રહી છે ત્યારે અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. શહેરીજનો આગામી દોઢ વર્ષ સુધી સારંગપુર બ્રિજનો ઉપયોગ કરી શકશે નહીં કારણ કે અમદાવાદ રેલવે સ્ટેશનની રી ડેવલોપમેન્ટની કામગીરી ને કારણે તારીખ 2 જાન્યુઆરી 2025 ના રોજ થી લઇ 30 જૂન 2026 ના રોજ સુધી સારંગપુર બ્રિજ બંન્ને તરફ થી વાહનવ્યવ્હાર માટે બંધ રહેશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આ મામલે એક જાહેરનામુ પણ બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ નવા બ્રિજની કામગીરીને લઈ સાંરગપુર બ્રિજ બંધ કરવા નિર્ણય કર્યો છે. સારંગપુર બ્રિજ 2 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી બંધ રહેશે.
શહેરના સારંગપુર તરફથી પશ્ચિમ અમદાવાદ તરફ રોજ અવર-જવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. હાલ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે.
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇ વાણિજ્યભવન થઇ અનુપમ બ્રિજ થઇ એપરલપાર્ક તરફ જઇ શકશે. ઉપરાંત ગીતા મંદિર અને શહેર તરફથી આવતો ટ્રાફિક કાલપુર સર્કલ તરફ જવાના માટે સારંગપુર સર્કલ થઇ રેલવે સ્ટેશન સામેના એક માર્ગીય રસ્તાનો ઉપયોગ કરી મોડી મહેલા થઇ કાલપુર સર્કલ તરફ જઇ શકે છે.
આ સાથે રખિયાલ, ઓઢવ તરફથી આવતા વાહનચાલકો રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અુપમ સિનેમા થઇ કાંકરીયા ગીતામંદિર થઇ શહેર તરફ જઇ શકશે. ઉપરાંત રખિયાલ ઓઢવનો જે ટ્રાફિક કાલુપુર બ્રિજ કે કાલુપુર સર્કલ જવા માંગે છે તેઓ કામદાર મેદાનચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઇ કાલુપુર બ્રિજ તરફ જઇ શકશે,