અમદાવાદ એરપોર્ટ આસપાસ ઊંચા વૃક્ષો અને બાંધકામો દૂર કરવા શરૂ થશે સર્વે
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એરપોર્ટ આસપાસના ઊંચા વૃક્ષો અને બિલ્ડિંગ્સની સુરક્ષા દ્રષ્ટિએ સર્વે હાથ ધરાશે, નડતરરૂપ બાંધકામો 60 દિવસમાં દૂર કરાશે.

અમદાવાદ એરપોર્ટ

અમદાવાદ એરપોર્ટ
12 જૂને થયેલી વિમાની દુર્ઘટના બાદ કેન્દ્ર સરકારે તમામ એરપોર્ટ આસપાસના જોખમકારક માળખાં અંગે પગલાં લેવા નવા નિયમો નોટિફાઈ કર્યા છે. નવા પ્રોટોકોલ અનુસાર, દરેક એરપોર્ટ આસપાસના વિસ્તારોમાં ઊંચા વૃક્ષો, બિલ્ડિંગ્સ કે અન્ય કોઈપણ નડતરરૂપ માળખાનું સર્વે કરાશે અને જરૂરી હોય તો તે હટાવવામાં આવશે.
60 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની તાકીદ
સર્વેની પ્રક્રિયા માટે કેન્દ્ર સરકારે 60 દિવસનો સમય આપ્યો છે. નડતરરૂપ વસ્તુઓ રનવે-ની નજીકતાની આધારે કેલ્ક્યુલેટ કરીને નિર્ધારિત કરાશે કે શું હટાવવું છે? અમદાવાદના જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, શહેરમાં મહાનગરપાલિકા, ટ્રાફિક પોલીસ, એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગ સાથે મળીને આ કામગીરી હાથ ધરશે.
પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ
પ્રાથમિક રીતે સિવિલ એવિએશન અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત ટીમ બનાવી સર્વે હાથ ધરાશે. જે વસ્તુઓ અને માળખાં ઉડાન માટે જોખમી સાબિત થશે તે અવરોધોને દૂર કરશે.
વિમાન દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ
12 જૂને બપોરે એર ઈન્ડિયાનું વિમાન, જેમાં 242 લોકો સવાર હતા, લંડન જવા ટેક ઓફ કર્યા પછી 2 મિનિટમાં જ ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા હતા જ્યારે એક મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો હતો. નજીકના હોસ્ટેલ અને રહેણાક વિસ્તારોમાં પણ જાનહાનિ થઈ હતી.
સુરત એરપોર્ટનો મુદ્દો પણ હાઈકોર્ટમાં
સુરત એરપોર્ટ આસપાસ પણ ખતરનાક બાંધકામ મુદ્દે એક કાર્યકર્તાએ હાઈકોર્ટમાં PIL દાખલ કરી છે. 19 જૂને હાઈકોર્ટમાં વહેલી સુનાવણી માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનો ઈન્કાર થયો હતો. હવે 16 જુલાઈએ સુનાવણી થશે. સુરતમાં પણ કલેક્ટર તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?

દ્વારકાનાં દર્શન બાદ દીકરીને મળવા જઈ રહ્યો હતો સોની પરિવાર… પરંતુ રસ્તામાં જ ખુશી માતમમાં ફેરવાઈ! પાટણના ગોચનાદ નજીક સ્વિફ્ટ કાર અને ટ્રકની ટક્કરમાં માતા-પુત્રનાં મોત