જૂનાગઢના ભવનાથ મંદિરમાં પ્રથમ વખત વહીવટદાર શાસન!
મહંત હરિગીરી બાપુની મુદત પૂર્ણ, વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની કરવામાં આવી નિમણૂક

કાયમી મહંતની નિમણૂક પ્રક્રિયા કલેક્ટર દ્વારા હાથ ધરાશે, અનેક ચર્ચાઓનું પૂર્ણ વિરામ

કાયમી મહંતની નિમણૂક પ્રક્રિયા કલેક્ટર દ્વારા હાથ ધરાશે, અનેક ચર્ચાઓનું પૂર્ણ વિરામ
જૂનાગઢના ભવનાથ મંદિરમાં પ્રથમ વખત વહીવટદાર શાસન આવ્યું છે. 6 મહિના અગાઉ હરિગીરી બાપુની મહંત તરીકે નિમણૂક થયા બાદ વિવાદ થયો હતો. તેના પગલે 31 જુલાઈએ હરિગીરી બાપુની મુદત પૂર્ણ થતાં વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. કાયમી મહંતની નિમણૂક પ્રક્રિયા કલેક્ટર દ્વારા હાથ ધરવામાં આવશે. વચગાળાનો વહીવટ કરવા માટે પ્રાંત અધિકારીને વહીવટદાર તરીકે મૂકવામાં આવ્યા છે. મંદિરના પૂજારી અને મેનેજર અંગે કોઈ ફેરફાર કરાયો નથી.
ભવનાથ મંદિરના મહંત હરિગિરી બાપુની મુદત 31 જુલાઈ, 2025ના રોજ પૂર્ણ થઈ છે. વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. તેઓ શુક્રવારે (1 ઑગસ્ટ) ના રોજ ચાર્જ સંભાળી લેશે. વહીવટદાર શાસન હેઠળ પ્રેમગીરી ભવન આવી જતાં મંદિરને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે.
જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે, કલેક્ટરના હુકમથી ભવનાથ મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. હવેથી મંદિરનો તમામ વહીવટ, વહીવટદાર દ્વારા કરવામાં આવશે. આગામી દિવસોમાં ભવનાથ મંદિરના કાયમી મહંત માટેની નિમણૂક પ્રક્રિયા કલેક્ટર દ્વારા હાથ ધરવામાં આવશે. હાલ ભવનાથ મંદિરનો વચગાળાનો વહીવટ કરવા વહીવટદાર નિમવામાં આવ્યા છે. મંદિરના વહીવટ માટે કચેરી બનાવી કર્મચારીઓની નિમણૂક નિમણૂક કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભવનાથ મંદિરમાં મુખ્યમંત્રી અને કલેક્ટર તરફથી પારદર્શક અને સુચારું રૂપે વહીવટ સંભાળવાની સૂચના આપવામાં આવી છે. મંદિરની સ્વચ્છતાને પ્રાધાન્ય આપી ભારતીય પરંપરા અને હિન્દુ સંસ્કૃતિ મુજબ તમામ પૂજા અર્ચના અને નીતિઓ સાથે સાર સંભાળ લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મહેશગિરિ અને કેટલાક સાધુઓ દ્વારા હરિગિરિ બાપુની મહંત તરીકે નિમણૂકનો વિરોધ કરાયો હતો. હરિગીરી બાપુની મુદ્દત પૂર્ણ થાય તેના ચાર મહિના પહેલા તત્કાલિન કલેક્ટર રચિત રાજે મહંત તરીકે નિમણૂક કરી હતી. આ અંગે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી. નવા મહંતની નિમણૂક માટે પ્રક્રિયા કર્યા વગર ભવનાથ મંદિરમાં કદાચ પ્રથમ વખત વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. ભવનાથ મંદિરના મહંતને લઈને ચાલી રહેલી ચર્ચાઓ ઉપર તંત્રએ પૂર્ણવિરામ મૂકી દીધું છે.
ભવનાથ મંદિરનો શું થયો હતો વિવાદ?
20 નવેમ્બર 2025ના રોજ બહ્મલીન થયેલા તનસુખગીરી બાપુની “ધૂળ લોટ વિધિ” યોજાઈ હતી. તે સમયે ભવનાથના મહંત હરિગીરી બાપુએ પ્રેમગીરી બાપુની “ચાદર વિધિ” કરી અંબાજીની ગાદીના મહંત જાહેર કરી દીધાં હતા. જેને પગલે જબરદસ્ત હોબાળો થયો હતો. તનસુખીગીરી બાપુના પરિવારજનોએ ગાદી પરંપરા મુજબ તનસુખગીરી બાપુના પરિવારમાંથી કોઈને ગાદી મળવાની માગ કરી હતી. ગાદી પદના વકરતા વિવાદ વચ્ચે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુના “લેટર બોમ્બ”થી ખળભળાટ મચ્યો હતો. જેમાં હરિગીરી બાપુએ ભવનાથ મંદિરનું પદ મેળવવા રાજકીય પક્ષ, બે કલેક્ટર સહિત અનેક મહાનુભાવોને રૂપિયા આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કરતાં વિવાદ થયો હતો.
મહેશગિરીએ પંચ દશનામ જૂના અખાડાનો પત્ર જાહેર કરી ભવનાથના મહંત હરિગિરી પર ગંભીર આરોપ લગાવ્યો હતો. અખાડામાંથી હરિગીરીએ રકમ લઈ ભાજપના પાર્ટી ફંડ, બે કલેક્ટર, ભવનાથના સાધુ-સંતોને મળી કુલ 8 કરોડ રૂપિયા આપ્યા હોવાનો પત્ર રજૂ કર્યો હતો. અખાડા પરિષદના મહામંત્રી અને જૂના અખાડાના સંરક્ષક તથા મહંત હરિગિરીની સહીવાળો પંચ દશનામ જૂના અખાડાનો પત્ર જાહેર કર્યો હતો. ભવનાથના મહંત તરીકેનો ઓર્ડર કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. આ ઓર્ડર કરવાની ભૂમિકા અંગે શંકા સેવવામાં આવી હતી. તત્કાલિન કલેક્ટર રચીત રાજે ભવનાથ મંદિરના મહંત હરિગીરીની મુદ્દત પૂર્ણ થયાના ચાર મહિના પહેલા મહંત તરીકે વર્ષ 2025 સુધીનો ઓર્ડર કરી દીધો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!