વલસાડ નેશનલ હાઈવે પર એસિડ ટેન્કર પલટ્યું: બે કિમી લાંબો ટ્રાફિક જામ!
ટેન્કર ચાલક ઘાયલ થતા વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો.

અન્ય વ્યક્તિ ઘાયલ ન થાય તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચી હતી

અન્ય વ્યક્તિ ઘાયલ ન થાય તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચી હતી
વલસાડમાં નેશનલ હાઈવે પર એસિડ ભરેલા ટેન્કરનો અકસ્માત થયો હતો.આ અકસ્માત બાદ રસ્તા પર એસિડ ઢોળાયુ હતુ.આ ઘટના મુંબઈ-અમદાવાદ માર્ગ પર બની હતી.મહારાષ્ટ્ર બોર્ડર નજીક અછાડ ગામ પાસે એસિડ ભરેલું ટેન્કર પલટી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી.અને એસિડ લીક થતા દોડધામ મચી હતી. આ અકસ્માત બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો.જેના કારણે બે કિમી લાંબી લાઇન લાગી હતી.
એસિડ લીક થતા દોડધામ મચી :
વલસાડમાં નેશનલ હાઈવે પર એસિડ ભરેલા ટેન્કરમાંથી એસિડ લીક થતાં મોટી દુર્ઘટના ટળી હતી.આ ઘટના બાદ વાપી નોટીફાઇડ સરીગામ અને ઉમરગામની ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.મહારાષ્ટ્ર ટ્રાફિક પોલીસ અને વલસાડ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે આવીને ટ્રાફિકની કામગીરી શરુ કરી હતી. ટેન્કર ચાલક ઘાયલ થતા વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો.અને તેને સારવાર આપવામાં આવી હતી.ટેન્કર પલટી થતા ગેસ ગળતર બાદ ટ્રાફિક બંધ કરી ટેન્કર ખસેડવા કવાયત શરૂ કરાઇ હતી.
બે કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો :
મહારાષ્ટ્ર બોર્ડર નજીક અછાડ ગામે બનેલી ઘટનાએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ છે.આ અકસ્માત બાદ એસિડ લીક થતા દોડધામ મચી હતી.કોઇ અન્ય વ્યક્તિ ઘાયલ ન થાય તે માટે પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.અને મામલાને શાંત કર્યો હતો.તો સાથે જ ટ્રાફિકજામને પણ હળવો કર્યો હતો.અવર જવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.હાઇવે પર બે કિ.મી.લાંબી લાઇન જોવા મળી હતી.વલસાડમાં નેશનલ હાઈવે પર એસિડ ભરેલું ટેન્કર પલટી જતા મોટી દુર્ઘટના ટળી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?

દ્વારકાનાં દર્શન બાદ દીકરીને મળવા જઈ રહ્યો હતો સોની પરિવાર… પરંતુ રસ્તામાં જ ખુશી માતમમાં ફેરવાઈ! પાટણના ગોચનાદ નજીક સ્વિફ્ટ કાર અને ટ્રકની ટક્કરમાં માતા-પુત્રનાં મોત