રિક્ષાચાલક દ્વારા 3 હોમગાર્ડ પર એસિડ એટેક
છત્રાલમાં રિક્ષાચાલકે બોલાચાલીના કારણે 3 હોમગાર્ડ પર એસિડ ફેંક્યું, એક મહિલા ઈજાગ્રસ્ત

આરોપી

આરોપી
છત્રાલમાં 18 જુલાઈના રોજ સવારે છત્રાલ ઓવરબ્રીજ નીચે એક ચોંકાવનારી અને નિંદનીય ઘટના બની હતી. ટ્રાફિક સંચાલન દરમિયાન ફરજ પર તૈનાત હોમગાર્ડ જવાન પર એક રિક્ષાચાલકે એસિડ એટેક કર્યો. હુમલામાં 2 મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ ઈજાગ્રસત થયા છે. જેમાંથી ભાવનાબેન નામની મહિલા હોમગાર્ડ ગંભીર રીતે દાઝી ગઈ છે અને તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રાફિક ડ્યુટી દરમિયાન રિક્ષા ખસેડવાની સૂચના આપવાથી ઉશ્કેરાયેલા રિક્ષાચાલક અને ભાવનાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં અન્ય હોમગાર્ડના સહાયથી રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ જવાયો હતો. જોકે, આ ઘટના બાદ રિક્ષાચાલકે અદાવત રાખી થોડા સમયમાં એસિડ ભરેલી બોટલ સાથે પરત આવી, અને ત્યાં હાજર 2 મહિલા અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ ફેંકીને ફરાર થઈ ગયો.
એસિડ એટેકના તરત પછીની સ્થિતિમાં, ત્રણેય હેબતાઈ ગયા હતા. ખાસ કરીને ભાવનાબેનના મોંઢા અને શરીરના ભાગમાં ગંભીર રીતે દાઝવાની ઘટના સામે આવી છે. જેથી મહિલા હોમગાર્ડને જરુરી સારવાર હેતુ કલોલ સિવિલ હોસ્પિટલથી ગાંધીનગર સિવિલ રિફર કરેલ છે. કલોલ તાલુકા પોલીસએ આરોપીની તાત્કાલિક ઓળખ કરી આરોપીની ધરપકડ કરેલી છે.
આ દુર્ઘટનાએ સુરક્ષા દળોમાં તેમજ સ્થાનિકોમાં ભારે નારાજગી અને ભયનો માહોલ સર્જ્યો છે. મહિલા સુરક્ષા અને જાહેર સેવા આપતા જવાનો સામે આવી પ્રકારની હિંસક ઘટનાની કડક નિંદા કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!