અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અકસ્માત, 3નાં મોત
નેશનલ હાઈવે-48 પર કાર ટ્રક પાછળ અથડાઈ, 4 ઈજાગ્રસ્ત; અજમેરથી મુંબઈ જતો હતો પરિવાર

4 ઇજાગ્રસ્ત ભરૂચ સિવિલમાં સારવાર હેઠળ

4 ઇજાગ્રસ્ત ભરૂચ સિવિલમાં સારવાર હેઠળ
ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરોઢે પુરપાટ ઝડપી જાતા અર્ટિગા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. અજમેરથી પરત મુંબઇ જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારના 7 પૈકી 3ના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યાં હતા. 108 એમ્બ્યુલન્સ, ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યૂ કરી 4 ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસેડાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારના 7 પૈકી 3 લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત 4 લોકોને ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં તેમને સારવાર મળી રહી છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. મુંબઇ જતાં એક પરિવારની અર્ટિગા કારે કાબૂ ગુમાવતા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.