અમેરિકાથી આવેલી વડનગરની મહિલાએ 35 વર્ષ સુધી પોતાને બંધ ઓરડીમાં કેદ કરી
સતત 35 વર્ષ સુધી આ મહિલા ઓરડીમાંથી બહાર નિકળી ન હતી. તેણે સૂર્યપ્રકાશ સુદ્ધાં જોયો ન હતો

અમેરિકાથી આવેલી વડનગરની મહિલાએ 35 વર્ષ સુધી પોતાને બંધ ઓરડીમાં કેદ કરી

અમેરિકાથી આવેલી વડનગરની મહિલાએ 35 વર્ષ સુધી પોતાને બંધ ઓરડીમાં કેદ કરી
મહેસાણા જિલ્લાના વડનગરમાં એક ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. વડનગરમાં ગુમનામીમાં જીવતી એક એવી મહિલા મળી આવી છે જે છેલ્લા 35 વર્ષથી એક જ ઘરમાં કેદ રહ્યા હતા. તેઓ ઘરની બહાર સુદ્ધાં નિકળ્યા ન હતા અને તેમણે સૂર્ય પ્રકાશ પણ જોયો ન હતો. આ મહિલા વિશે સમાજ સુરક્ષા વિભાગને જાણ થતાં મહિલાનું રેસ્ક્યું કરાયુ હતું.
વડનગરમાં રાજેશ્વરી નામની એક મહિલા છેલ્લા 35 વર્ષથી પોતાની જાતને એક ઓરડીમાં કેદ કરી રાખીને જીવન જીવતી હતી. વડનગરના શેઠની દીકરી એવા રાજેશ્વરી નામની આ મહિલાના લગ્ન 22 વર્ષની ઉંમરે અમેરિકામાં વસતા યુવક સાથે થયા હતા. તેઓ લગ્ન બાદ અમેરિકા ગયા હતા અને લગ્ન જીવન દરમિયાન તેઓ બે બાળકોની માતા પણ બન્યા હતા.
જો કે સાચી કહાની હવે શરુ થાય છે. તેમના પુત્રની ઉમંર 5 વર્ષ હતી ત્યારે જ રાજેશ્વરીને તેમના પતિએ તરછોડી દીધા હતા. અમેરિકામાં તેમની પાસે કોઇ આશરો ન હતો. તેઓ સતત 2 વર્ષ સુધી અમેરિકાના રસ્તાઓ પર ભટકતા રહ્યા હતા. આખરે અમેરિકાની પોલીસના ધ્યાનમાં તેઓ આવ્યા હતા અને પોલીસે તેમના મુંબઇ ખાતે રહેતા સગાનો સંપર્ક કરી તેમના દ્વારા રાજેશ્વરીને ભારત મોકલ્યા હતા.
રાજેશ્વરી ત્યારબાદ પોતાના વતન વડનગરમાં પરત ફર્યા હતા. જો કે પિતાના મોત પછી તેમનું જીવન બદલાઇ ગયું હતું અને તેઓ સ્કીઝોફેનિયાનો શિકાર બન્યા હતા અને ત્યારબાદ વડનગરમાં જ તેઓ પોતાની જાતને એક ઓરડીમાં કેદ કરી એકલવાયુ જીવન જીવતા હતા.
રાજેશ્વરી એકધારા 35 વર્ષ સુધી અંધારાવાળી નાની ઓરડીમાં જ રહ્યા હતા. તેઓ એક પણ પળ માટે ઘની બહાર નિકળ્યા ન હતા. તેમણે સૂર્યપ્રકાશ પણ જોયો ન હતો. તેમને આડોશી પાડોશી તરફથી જે ભોજન મળતું તે જમી લેતાં. તેઓ શૌચ ક્રિયા પણ આ જ ઓરડામાં કરતા હતા. ગાદલા વગર જ તેઓ જમીન પર સુતા રહેતા હતા.
આખરે સમાજ સુરક્ષા વિભાગની ટીમે રાજેશ્વરીને ઘરની બહાર લાવવાના પ્રયાસો શરુ કર્યા. તેમણે રાજેશ્વરીના મુંબઇમાં રહેતા સગાને બોલાવ્યા હતા અને રાજેશ્વરીને આ સગા સાથે વાતચીત કરાવી હતી. રાજેશ્વરીની માત્ર આ સગાની જ વાત માનતા હતા અને સગાએ દરવાજાની બહારથી જ તેમની સાથે વાતચીત કરી તેમને સમજાવ્યા હતા. આખરે તમામની મહેનત રંગ લાવી હતી અને રાજેશ્વરી દુરના સગાની વાત માનીને ઓરડીમાંથી બહાર આવ્યા હતા.
ફાંકડુ અંગ્રેજી બોલતા રાજેશ્વરીનું કાઉન્સેલિંગ કરાયું હતું. તેમણે તેમની જીવનની ગાથા સંભળાવતાં જ ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા હતા. રાજેશ્વરીને સારવાર માટે અમદાવાદમાં ખસેડવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.