ગોધરામાં મોટી દુર્ઘટના ટળી
25 હજાર KV રેલવે વીજ કેબલ તૂટ્યો, ગ્રામજનોએ જીવના જોખમે ટ્રેનને રોકી

25 હજાર KV રેલવે વીજ કેબલ તૂટ્યો

25 હજાર KV રેલવે વીજ કેબલ તૂટ્યો
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પંડિયા પુરા ગામ નજીક આજે એક મોટી રેલવે દુર્ઘટના ટળતાં હાશકારો થયો છે. ગોધરા-આણંદ રેલવે સેક્શન પર રેલવે ફાટક નજીક 25 હજાર કે.વી.નો હાઈ ટેન્શન રેલવે વીજ કેબલ તૂટીને નીચે પડ્યો હતો, જેના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, ઉદલપુર નજીક આવેલી ભગીરથ માઇન્સમાં થયેલા બ્લાસ્ટના કારણે પથ્થરો ઉછળીને રેલવેના હાઈ ટેન્શન વીજ કેબલ પર પડ્યા હતા. આના પરિણામે 25 હજાર કે.વી.નો જીવંત વીજ પ્રવાહ ધરાવતો કેબલ તૂટી ગયો. આ ઘટનાથી રેલવે ટ્રેક પર મોટી દુર્ઘટનાનું જોખમ ઉભું થયું હતું.
સ્થાનિક ગ્રામજનોએ આ પરિસ્થિતિમાં અસાધારણ હિંમત અને સર્તકર્તા દાખવી. જીવના જોખમે તેમણે તાત્કાલિક ટ્રેનના પાયલટને એલર્ટ કરી ટ્રેન રોકાવી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી. આ ઘટનાને પગલે ગોધરા-આણંદ સેક્શનમાં રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલવે વિભાગે તાત્કાલિક કેબલ રિપેરિંગની કામગીરી શરૂ કરી. આ ઘટનાના કારણોની તપાસ માટે રેલવે સત્તાવાળાઓએ વિશેષ તપાસ શરૂ કરી છે.
આ ઘટનામાં ગ્રામજનોની સમયસૂચકતા અને બહાદુરીની સરાહના કરવામાં આવી રહી છે, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!