ઠંડીનો ચમકારો: દાહોદ 9.9 ડિગ્રીમાં ઠુંઠવાયું!
10 શહેરોમાં પારો 15°Cથી નીચે; અંબાલાલ પટેલની 100 કિમીની ઝડપે વાવાઝોડા અને માવઠાની આગાહી

ઠંડીનો ચમકારો: દાહોદ 9.9 ડિગ્રીમાં ઠુંઠવાયું

ઠંડીનો ચમકારો: દાહોદ 9.9 ડિગ્રીમાં ઠુંઠવાયું
ગુજરાતમાં શિયાળાના પ્રભુત્વમાં સતત વધારો થઈ રહ્યો છે. ઠંડા પવનોના કારણે તાપમાનનો પારો ઝડપથી ગગડી રહ્યો છે, જેના પરિણામે રાજ્યના 10 જેટલા શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે.
ગત રાત્રિના ગુજરાતમાં સૌથી નીચું તાપમાન દાહોદ ખાતે 9.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનનું રાજ્યમાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન છે. અન્ય મુખ્ય શહેરોનું તાપમાન આ મુજબ છે:
નલિયા: 10.5°C (સામાન્ય કરતાં 4.9 ડિગ્રીનો ઘટાડો)
અમદાવાદ: 13.5°C (સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો ઘટાડો)
રાજકોટ અને વડોદરા: 12.6°C
માઉન્ટ આબુ: -2 ડિગ્રી સેલ્સિયસ (પ્રવાસીઓએ કાર પર બરફની પરત જામતી જોઈ)
જોકે, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ ચાર દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાથી ઠંડીમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે.
ગુજરાતમાં શિયાળાની મજા વચ્ચે હવે ખેડૂતો અને દરિયાકાંઠાના વિસ્તારો માટે ખતરાની ઘંટી વાગી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાતિલ ઠંડી સાથે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 20 નવેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોન બની શકે છે, જે ભીષણ ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે. નવેમ્બરના અંતમાં આ વાવાઝોડાની ગતિ 100 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે.
આ ભીષણ ચક્રવાત બાદ ખેડૂતોને બે-બે માવઠાનો માર સહન કરવો પડશે. પહેલું માવઠું નવેમ્બરના અંતમાં ચક્રવાતના પ્રભાવથી આવશે. ત્યારબાદ 2 ડિસેમ્બર આસપાસ લો પ્રેશર સર્જાશે અને 15-16 ડિસેમ્બરે માવઠાની અસર દેખાશે, જ્યારે 18 ડિસેમ્બરે રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારે માવઠું થવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?