માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે 1 કરોડનો માનહાનિનો દાવો કરાશે
ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કર્મચારીને માનહાનિનો દાવો કરવા આપી મંજૂરી

અરવિંદ લાડાણી કરાશે માનહાનિનો દાવો

અરવિંદ લાડાણી કરાશે માનહાનિનો દાવો
મગફળીની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ખુદ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે. મગફળીની ખરીદી અને ભ્રષ્ટ્રાચાર અંગે MLA અરવિંદ લાડાણીના આરોપો પર ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો છે. ધારાસભ્યએ કરેલા આક્ષેપો અંગે દિલીપ સંઘાએ કહ્યુ કે, ગુજકોમાસોલના કર્મચારી નરેન્દ્રસિંહ પરમારે આક્ષેપ કરનારા મણાવદરના MLA અરવિંદ લાડાણી સામે 1 કરોડના માનહાનિનો દાવો કરવા કોર્ટમાં જવાની મંજૂરી માગી હતી. તેથી ગુજકોમાસોલ તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્ર પર થયેલી ખરીદીની સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે. કોર્ટમાં સાચું અને ખોટું કયા છે તે નક્કી થઈ જશે.
ગુજરાતમાં મગફળીની ખરીદી અને તેની પ્રક્રિયાઓ પર મણાવદરના MLA અરવિંદ લાડાણીએ ભ્રષ્ટ્રાચારના આક્ષેપો કર્યા છે. ગુજકોમાસોલના ચેરમેન, દિલીપ સંઘાણીએ સ્પષ્ટતા કરી છે કે મગફળીની 75 ટકાથી વધુ ખરીદીની જવાબદારી ગુજકોમાસોલને સોંપવામાં આવી છે. તેમણે આક્ષેપોને ખોટા ઠેરવતા કહ્યુ કે, ગુજકોમાસોલમાં ભ્રષ્ટ્રાચાર, ગેરરીતિ અથવા અન્ય કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ નથી. ગુજકોમાસોલમાં જ્યારે ભ્રષ્ટ્રાચાર અથવા ગેરરીતિની જાણ થાય તો જાણ કરવા ખેડૂતોને અપીલ કરી હતી. સંઘાણીએ વધુમાં કહ્યું કે, બારદાન વિલંબની સમસ્યા નાફેડના માધ્યમથી ઉભી થઈ છે. જે ગુજકોમાસોલના દાયિત્વમાં નથી. તેમનું કહેવું હતું કે, નાફેડની જવાબદારી હેઠળ બારદાન પૂરા પાડવાના હતા. પરંતુ બારદાન મોડા પૂરાં પડતા એક અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
લેટરકાંડની તપાસ અંગે નિર્લિપ્ત રાય ઉપર ભરોસો
અમરેલીના લેટરકાંડ મામલાને લઈને રાજકીય ચર્ચાઓ થઈ રહી છે. તેવામાં દિલીપ સંઘાણીએ જાહેર કર્યું છે કે, આ તપાસ નિર્લિપ્ત રાયને સોંપી છે. જેમણે અમરેલીમાં એસપી તરીકે સારું કામ કર્યું છે. તેમની છાપ અને કાર્યશૈલી પર ભરોસો છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકસભા અને વિધાનસભાની જેમ ભાજપ ઝળહળતો વિજય પ્રાપ્ત કરશે તેમ જણાવ્યુ હતુ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.