લાલબત્તી સમાન કિસ્સો, દાહોદ જિલ્લાનો પાંચ વર્ષનો બાળક સીટી ગળી ગયો
વડોદરાની સયાજી હોસ્પિટલના તબીબોની ટીમે મહામહેનતે શ્વાસનળીમાં ફસાયેલી સિટી બહાર કાઢી બાળકને બચાવી લીધો હતો

દાહોદ જિલ્લાનો પાંચ વર્ષનો બાળક સીટી ગળી ગયો

દાહોદ જિલ્લાનો પાંચ વર્ષનો બાળક સીટી ગળી ગયો
દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના 5 વર્ષના બાળક જયંતકુમાર વિપુલભાઈ તડવીનું ગળામાં સિટી ફસાઈ જવાનું જાણતા, તેને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.
બાળકને રમતા-રમતા સિટી ગળામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તેને શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ હતી. તરત જ તેને તબીબો દ્વારા સારવાર માટે બેચલરો વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ડૉ. રંજન ઐય્યર અને ટીમના તબીબો દ્વારા તાત્કાલિક અને સાવધાનીપૂર્વક સર્જરી કરવામાં આવી.
તબીબોની ટીમે મહામહેનતે શ્વાસનળીમાં ફસાયેલી સિટી બહાર કાઢી બાળકને બચાવી લીધો હતો. હાલમાં બાળકની તબિયત સ્થિર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.