

સુમુલ ડેરીની ચૂંટણી અંતર્ગત આજે મતદાન
અમદાવાદથી ભુજ આવતી નમો ભારત રેપિડ ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી
વાવ-થરાદમાં માઈનોર કેનાલ તૂટતાં ખેડૂતોને મોટું નુકસાન
મહેસાણાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે ઉમિયા માતાજી મંદિરમાં પૂજા અર્ચના
સુરત જિલ્લા LCBએ કામરેજમાં નકલી ફ્રુટ બિયર ફેક્ટરી ઝડપી
આજે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીની ચૂંટણી 9 બેઠકો માટે મતદાન થશે સુરત માં ઓલપાડ બેઠક નું મતદાન 21 ઉમેદવારના ભવિષ્યનો ફેંસલો થશે સુરત તાપી જિલ્લાની 9 બેઠકો પર 710 મતદારો મતાધિકારનો ઉપીયોગ કરશે
અમદાવાદથી ભુજ આવતી નમો ભારત રેપિડ ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ કુકમા સ્ટેશન પર ટ્રેન લગભગ ત્રણ કલાક સુધી અટવાઈ રહી મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડી અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો બાદમાં બીજા એન્જિનની મદદથી ટ્રેનને સુરક્ષિત રીતે ભુજ રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવી
સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી વરસાદી માહોલ રાજ્યના 11 જિલ્લાના 19 તાલુકાઓમાં સવારના 4 કલાકમાં મેઘરાજાની એન્ટ્રી : સુરતના માંડવીમાં સૌથી વધુ 0.83 ઇંચ, તાપીના ઉકાઈમાં 0.51 ઇંચ, કુંકાવાવ-તાલાલામાં 0.43 ઇંચ, લાલપુર-વાલીયામાં 0.28 ઇંચ અને જાફરાબાદમાં 0.20 ઇંચ વરસાદ નોંધાયો.
વાવ-થરાદ તાલુકાના દેથળી ગામ નજીક જાંદલા માઈનોર કેનાલમાં 10 ફૂટથી વધુ મોટું ગાબડું પડ્યું, કેનાલ ઓવરફ્લો થવાના કારણે તૂટી હોવાનો ખેડૂતોનો આક્ષેપ, હલકી ગુણવત્તાના બાંધકામ પણ જવાબદાર હોવાનો આક્ષેપ, કેનાલ તૂટતાં જુવાર સહિતના ઉભા પાકને ભારે નુકસાન, દર વર્ષે બે-ત્રણ વખત કેનાલ તૂટવાની બની રહી છે ઘટના, કાયમી ઉકેલ નહી આવતાં દર વર્ષે ખેડૂતોને ભારે નુકસાન, વરસાદની ખેંચ વચ્ચે લાખો લિટર પાણી વેડફાતા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ
લોકસભા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા ઊંઝા ખાતે ઉમિયા માતાજીના મંદિરે વિશેષ પૂજા-અર્ચના, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના સાથે તેમના સશક્ત નેતૃત્વ હેઠળ ગુજરાત વિકાસના નવા શિખરો સર કરતું રહે તેવી મંગલકામના કરવામાં આવી
સુરત LCBએ કામરેજના ધાતવા ગામે નકલી ફ્રુટ બીયર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો ગેરકાયદેસર યુનિટમાંથી અંદાજે ₹1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ભંગારની બોટલોમાં કેમિકલ, ફ્લેવર અને ગેસ ભરી બ્રાન્ડેડ લેબલ લગાવી વેચાણ થતું હતું એક્સપાયરી સોડા અને એનર્જી ડ્રિન્ક્સનો જથ્થો ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર જ નાશ કર્યો રાજસ્થાનના ધનાલાલ ગુર્જરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ
Loading Comments...