ભાવનગરથી સોમનાથ 270 કિલોમીટર સ્કેટિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
સ્કેટિંગ યાત્રા તારીખ 27 28 અને 29 દરમિયાન પૂર્ણ કરવાની હતી જે આજ રોજ પૂર્ણ કરાઈ

ભાવનગરથી સોમનાથ 270 કિલોમીટર સ્કેટિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

ભાવનગરથી સોમનાથ 270 કિલોમીટર સ્કેટિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
ભાવનગરમાં તારીખ 27 ડીસેમ્બર 2024 ના રોજ લાયન્સ સ્કેટિંગ ક્લબ, ગણેશ કીડા મંડળ, મોતીબાગના 10 બાળકો સ્કેટિંગ કરી ભાવનગર થી સોમનાથ જવા રવાના થયા હતા . આ સ્કેટિંગ યાત્રા તારીખ 27 28 અને 29 દરમિયાન પૂર્ણ કરવાની હતી જે આજ રોજ પૂર્ણ કરેલ છે
જેમાં હરરુદ્ર સોલંકી, વંશ ચૌહાણ, ગ્રેવિટ ડાભી, ધર્મ માણીયા, ઉમેશ બારૈયા, વિરેન મકવાણા, વત્સલ બારડ, પ્રયાંશ ડોડીયા, આર્યન સાટીયા, સહિતના બાળકો આ સ્કેટિંગ યાત્રામાં જોડાયા છે તેમજ આ બાળકોના વાલીઓ પણ આ યાત્રા માટે તેઓનો સાથ આપેલ છે,આ યાત્રાનો મુખ્ય ઉદેશ એ આજના બાળકો મોબાઈલ માંથી બહાર આવે અને પોતાને મેદાન સુધી લાવે અને એક્ટિવ બને તેવો, સમાજના યુવાનોની વ્યસન મુક્તિનો અને
લોકોમાં રમત પ્રત્યે જાગૃતતા (સ્પોર્ટ અવેરનેસ) લાવવાનો છે.
આ સંસ્થા દ્વારા અગાઉ ભગુડા તેમજ સારંગપુર સ્કેટિંગ યાત્રા નું આયોજન કરવામાં આવેલું ત્યારે ભાવનગરથી સોમનાથ 10 બાળકો સાથે પોતાની ટીમ લઈને આ સ્કેટિંગ યાત્રા આજે સવારે રાજુલા પહોંચતા રાજુલા દર્શન હોટલ ખાતે વિવિધ અગ્રણીઓ દ્વારા તેમનો સન્માન કાર્યક્રમ યોજાયો ત્યારે આ સ્કેટિંગમાં 7 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકોએ આ સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે આ સંસ્થાના આયોજક એ જણાવ્યું કે અત્યારના આધુનિક જમાનામાં અમારો મુખ્ય ઉદ્દેશ બાળકોને વિશેષ્ય કંઈક અમે આપી શકીએ સાથે સાથે બાળકો મોબાઇલમાંથી બહાર નીકળી અને બીજી અન્ય પ્રવૃત્તિમાં જોડાય તેવો મુખ્ય હેતુ છે.
ત્યારે આ સ્કેટિંગ યાત્રામાં આવેલા બાળકોને રાજુલા શહેરમાંથી પધારેલા અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી સાથે સાથે તમામમાં બાળકોને ફુલહાર કરી સ્વાગત કર્યું હતુ. આ સ્કેટિંગ યાત્રા માટે કોચ પ્રણવ અંધારિયા એ ભાવનગર થી સોમનાથ સુધી લઈ જવાની વ્યવસ્થા અને જહેમત ઉઠાવી હતી, અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.