અમદાવાદમાં 9 વર્ષના બાળકમાં HMPV પોઝિટિવ
ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યોમાં HMPV વાયરસના કેસ નોંધાયા, બાળકને એક્સ-રેમાં ન્યુમોનિયા પણ થયો હોવાનું જોવા મળ્યું

અમદાવાદમાં 9 વર્ષના બાળકમાં HMPV પોઝિટિવ

અમદાવાદમાં 9 વર્ષના બાળકમાં HMPV પોઝિટિવ
અમદાવાદ: ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યોમાં HMPV વાયરસના કેસ નોંધાયા છે, અને આ વાયરસના તમામ દર્દી બાળક છે. HMPV ની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતના આરોગ્ય વિભાગે સતર્કતા દાખવવામાં આવી છે અને રાજ્યની અલગ-અલગ હોસ્પિટલોમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા 9 વર્ષના બાળકને 6 જાન્યુઆરીના રોજ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 9 જાન્યુઆરીના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મેડિકલ ઓફિસર ડૉ. સ્મૃતિ મહેતાએ જણાવ્યું કે, "બાળકની પરિસ્થિતિ ક્રિટિકલ છે, અને તે ICUમાં વેન્ટિલેટર પર છે." બાળકને એક્સ-રેમાં ન્યુમોનિયા પણ થયો હોવાનું જોવા મળ્યું છે. બાળકની વિદેશ યાત્રા અથવા અન્ય જગ્યાએ જવાની કોઈ ઇતિહાસ ન મળ્યો છે. આગામી દિવસોમાં સેમ્પલ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આરોગ્ય વિભાગની તૈયારી
ગુજરાત આરોગ્ય વિભાગના અધિકારીઓ આ વાયરસના સંક્રમણને રોકવા માટે યોગ્ય માર્ગદર્શિકા પર કામ કરી રહ્યા છે. સરકારની ગાઈડલાઈન મુજબ સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.