વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન પડ્યું, 3નાં મોત
વરસાદની સીઝનમાં જર્જરિત મકાન પડતા માતા-પુત્રી અને બાઇકસવારનું મોત, સ્થાનિકોના આક્ષેપ

વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન પડ્યું

વેરાવળમાં 80 વર્ષ જૂનું મકાન પડ્યું
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં રવિવારે મોડીરાત્રે એક કરુણાંતિકા સર્જાઈ હતી. ખારવાવાડ વિસ્તારમાં આવેલું લગભગ 80 વર્ષ જૂનું ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થતાં માતા-પુત્રી અને એક બાઇકસવાર વ્યક્તિનાં મોત નિપજ્યાં હતા, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
આ દુર્ઘટના રાત્રે 1:30 વાગ્યે બની હતી. નવરાત્રીનો માહોલ હોવાને કારણે મકાનની આસપાસ લોકોની અવરજવર ચાલુ હતી, તે દરમિયાન અચાનક જર્જરિત મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી.
મકાન નીચે ઊભેલા બાઇકસવાર દિનેશ પ્રેમજી જુંગીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે મકાનમાં રહેલી દેવકીબેન શંકરભાઈ સૂયાની અને તેમની પુત્રી જશોદાબેન સૂયાની પણ કાટમાળ નીચે દબાઈ ગયા હતાં. ત્રણેયનાં મૃતદેહોને ભારે જહેમત બાદ બચાવ કામગીરી દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકો અને ખારવા સમાજના આગેવાનોની મદદથી ફાયર અને પોલીસ ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. બે લોકોને ચમત્કારી રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું, છતાં યોગ્ય પગલાં ન લેવાતા આ દુર્ઘટના બની છે. અતિભારે વરસાદને કારણે મકાનના પાયામાં ભેજ ઉતર્યો હતો, જેના કારણે ધરાશાયી થવાનો સંભાવિત કારણ હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાથી સમગ્ર વેરાવળ શહેર અને ખારવા સમાજમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!