આણંદના 70 ગામોને મળશે નવું ગ્રામ પંચાયત ભવન, 19.47 કરોડની મળી મંજૂરી
આણંદ જિલ્લાના 70 ગામોને નવા ગ્રામ પંચાયત ભવનો માટે રૂપિયા 19.47 કરોડની મંજૂરી મળી છે, જેમાં વસ્તી અનુસાર સહાય વધારવામાં આવી છે.

ગ્રામ પંચાયત

ગ્રામ પંચાયત
રાજ્ય સરકારે આણંદ જિલ્લાના 70 ગામોને મંજૂરી આપી છે, જેમાં જૂના, જર્જરિત ગ્રામપંચાયત ભવન માટે રૂપિયા 19.47 કરોડની મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જૂના ભવનોને તોડી નવા સુવિધાયુક્ત ભવનો બનાવવામાં આવશે.
વસ્તી અનુસાર સહાય
નવા ભવનનું નિર્માણ દરેક ગામની વસ્તી પ્રમાણે કરવામાં આવશે. જેમાં 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોને હવે રૂપિયા 40 લાખ સુધીની સહાય મળશે, જે પહેલાં રૂપિયા 27 લાખ હતી. તથા 5 હજારથી 10 હજાર વસ્તી ધરાવતા ગામોને રૂપિયા 22 લાખમાંથી વધારીને સહાય રૂપિયા 34.83 લાખ કરવામાં આવી છે. 5 હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામોને રૂપિયા 17 લાખની જગ્યાએ હવે રૂપિયા 25 લાખ સુધી સહાય મળશે.
ગ્રામ્ય સ્તરે સુવિધા વધારવાના પ્રયાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં પંચાયત વ્યવસ્થાના માળખાને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે તલાટી કમ મંત્રી માટે પણ આવાસ બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટે વહીવટી કામો વધારે સુગમ બનશે. આ નિર્ણયના ભાગરૂપે આણંદ જિલ્લાના 70 ગામોને નવું પંચાયત ભવન મળવાનું છે, જે ગ્રામ વિકાસ અને લોકોના રોજબરોજના કામકાજમાં વધુ પારદર્શિતા અને સરળતા લાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?