હાર્દિક પટેલ સહિત 4 નેતાઓ રાજદ્રોહમાંથી મુક્ત
પાટીદાર આંદોલનના 10 વર્ષ બાદ સરકારની અરજી મંજૂર

હાર્દિક પટેલ,અલ્પેશ કથીરિયા

હાર્દિક પટેલ,અલ્પેશ કથીરિયા
સુરત સેશન્સ કોર્ટનો મોટો નિર્ણય: હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિત ચાર નેતાઓ રાજદ્રોહના કેસમાંથી દોષમુક્ત
ગુજરાતના રાજકારણ અને પાટીદાર આંદોલન સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સુરતથી સામે આવ્યા છે. સુરત સેશન્સ કોર્ટે રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજીને ગ્રાહ્ય રાખીને હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાજદ્રોહના ગંભીર કેસમાંથી મુક્તિ આપી છે. આ નિર્ણય સાથે જ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો વર્ષો જૂનો કાયદાકીય વિવાદ હવે પૂર્ણ થયો છે.
આંદોલનના એક દાયકા બાદ મળી મોટી રાહત :
વર્ષ 2015માં ગુજરાતમાં ફાટી નીકળેલા પાટીદાર અનામત આંદોલને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. આ આંદોલન દરમિયાન શાંતિ ડહોળવાના અને સરકાર સામે ઉશ્કેરણી કરવાના આરોપ હેઠળ અનેક પાટીદાર યુવાનો અને નેતાઓ સામે ફોજદારી ગુના નોંધાયા હતા. પાટીદાર સમાજ અને નેતાઓ દ્વારા લાંબા સમયથી આ કેસો પરત ખેંચવાની માંગ કરવામાં આવતી હતી. આંદોલનના 10 વર્ષ બાદ હવે સરકાર અને કોર્ટના સહયોગથી આ નેતાઓને મોટી રાહત મળી છે.
શું હતો આખો વિવાદ ?
આ કેસની વિગત મુજબ, 2015માં જ્યારે આંદોલન ચરમસીમાએ હતું ત્યારે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાઈ હતી. આરોપ હતો કે હાર્દિક પટેલે આત્મહત્યાનો વિચાર કરી રહેલા એક યુવકની મુલાકાત દરમિયાન ઉશ્કેરણીજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. પોલીસે આ નિવેદનને રાજ્ય સરકાર સામે હિંસા ફેલાવવાનો અને યુદ્ધ છેડવાનો પ્રયાસ ગણીને IPCની કલમ 124A હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
સરકારની અરજી અને કોર્ટનો આદેશ :
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલન વખતના કેસો પરત ખેંચવાની પ્રક્રિયાના ભાગરૂપે સુરત કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળાની દલીલો અને સરકારની રજૂઆતોને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટે આ કેસ સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ પાટીદાર નેતાઓ પર લટકતી ધરપકડ અને સજાની તલવાર હવે દૂર થઈ છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.