રોલો પાડવા ધૂમ સ્ટાઇલથી ત્રાસ ગુજારનારા 4 બાઇકર્સ ઝબ્બે
વડોદરાના ફતેગંજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ સહિતના રસ્તા પર ધૂમ સ્ટાઇલ બાઇકર્સ ગેંગનો ભારે ત્રાસ

વડોદરાના ફતેગંજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ સહિતના રસ્તા પર ધૂમ સ્ટાઇલ બાઇકર્સ ગેંગનો ભારે ત્રાસ

વડોદરાના ફતેગંજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ સહિતના રસ્તા પર ધૂમ સ્ટાઇલ બાઇકર્સ ગેંગનો ભારે ત્રાસ
વડોદરામાં રોડ પર રફ્તારનો કહેર વર્તાવીને ઓવર સ્પીડથી જતી બાઇકર્સ લોકોના જીવને પણ જોખમમાં મુકી રહ્યા છે. પોલીસ દ્વારા અવાર નવાર આ બાઇકર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં બાઇકર્સને પોલીસનો જાણે કે કોઇ ડર રહ્યો નથી કારણ કે આ બાઇકર્સ પોલીસ ગીરફ્તમાંથી જલદી છુટી જાય છે. હમણાં જ કેટલાક બાઇકર્સ દ્વારા અન્યના જીવને જોખમ ઉભુ કરવામાં આવતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા હતા. આ વીડિયોમાં બાઇકર્સ દ્વારા મહિલાઓને ટાર્ગેટ કરીને તેમને હેરાન પરેશાન પણ કરતા હતા. આખરે આ મામલો ઉજાગર થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને ચાર બાઇકર્સને દબોચી લીધા છે. બાઇક પર સ્ટંટ બાજી કરતા યુવાનોએ પોલીસ મથકમાં હાથ જોડી દીધા હતા.
વડોદરાના ફતેગંજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ સહિતના રસ્તા પર ધૂમ સ્ટાઇલ બાઇકર્સ ગેંગનો ભારે ત્રાસ છે. મોટા અવાજે અને પૂર ઝડપમાં ચાલુ રસ્તા પર બાઇક હંકારીને તેઓ અન્યના જીવનો જોખમ ઉભુ કરતા હતા. એટલું જ નહીં તેઓ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુકતા પણ હતા. આ સિલસિલો લાંબા સમયથી ચાલતો હતો.ભુતકાળમાં આવા બાઇકર્સને પોલીસે પકડ્યા પણ હતા છતાં બાઇકર્સને પોલીસનો કોઇ ડર રહ્યો નથી અને તેની તેઓ વારંવાર ધૂમ સ્ટાઇલ વીડિયો બનાવી લોકોને પરેશાન કરતા રહ્યા છે.
તાજેતરમાં આ બાઇકર્સે ફરીથી હેરાન પરેશાન કર્યા હતા અને તેના વીડિયો સોશઇયલ મીડિયામાં વાયરલ થયા હતા જેથી આખરે શહેર પોલીસ એક્શનમાં આવી હતી. પીસીબીની ટીમે લોકોના જીવનનું જોખમ ઉભુ કરનારા ચાર બાઇકર્સને દબોચી લીધા હતા. અને તેમને અકોટા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા.
પોલીસ મથકમાં લાવવામાં આવતા તમામે હાથ જોડી દીધા હતા. સ્ટંટ બાજી કરીને સોશિયલ મીડિયામાં છવાઇ જવાની ઘેલછા રાખતા યુવાનો માટે આ સબકરૂપ કિસ્સો છે. જો શહેરના રસ્તા પર કાયદો અને વ્યવસ્થાને હાથમાં લીધા તો પોલીસ પોતાનું કામ બખુબી કરશે, તેવો સ્પષ્ટ મેસેજ ઝડપખોરો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે.
પોલીસે આફ્તાબા જાવેદ શેખ (રહે. કિશનવાડી, વડોદરા), હર્ષ ભરતરાવ પવાર (રહે. બજરંગ નગર, દંતેશ્વર), પ્રેમ અર્જુન પવાર (રહે. બજરંગ નગર, દંતેશ્વર), પ્રીત શૈલેન્દ્ર પરમાર (રહે. ખોડિયાર નગર, વડોદરા) ની ધરપકડ કરીને તપાસશરુ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.