પદ્મ એવોર્ડ્સમાં ગુજરાતના 3 રત્નો ઝળક્યા
કલા અને સમાજસેવા ક્ષેત્રે પદ્મ મેળવી ગુજરાતના આ દિગ્ગજોએ વધાર્યું માન! જાણો છો તમે?

પદ્મ એવોર્ડ્સમાં ગુજરાતના 3 રત્નો ઝળક્યા

પદ્મ એવોર્ડ્સમાં ગુજરાતના 3 રત્નો ઝળક્યા
ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિષ્ઠિત 'પદ્મ પુરસ્કારો'ની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાતના ફાળે ત્રણ પદ્મ એવોર્ડ આવ્યા છે, જે રાજ્યની કલા અને સમાજસેવાની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરે છે.
કલા, શિક્ષણ, ઉદ્યોગ, સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, સમાજસેવા અને જાહેર બાબતો જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર કોઈપણ વ્યક્તિ આ એવોર્ડ માટે પાત્ર છે. ખાસ વાત એ છે કે, સામાન્ય જનતા પણ Padma Awards Portal દ્વારા ઓનલાઇન નામાંકન (Nomination) કરી શકે છે. દર વર્ષે મે મહિનાથી સપ્ટેમ્બર વચ્ચે આ પ્રક્રિયા ચાલે છે અને વડાપ્રધાન દ્વારા રચાયેલી વિશેષ સમિતિ વિજેતાઓની પસંદગી કરે છે.
ગુજરાતના ફાળે ત્રણ પદ્મ પુરસ્કારો આવ્યા છે. કલા અને સમાજસેવા જેવા ક્ષેત્રોમાં પોતાની અમૂલ્ય સેવા આપનાર ગુજરાતના ત્રણ સપૂતોને આ સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે.
૧. ધાર્મિકલાલ પંડ્યા:
કલાના આજીવન ઉપાસક ગુજરાતની લુપ્ત થતી મધ્યકાલીન કલા 'માનભટ્ટ આખ્યાન'ના છેલ્લા પ્રતિનિધિ સમાન 90 વર્ષીય ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યાને કલા ક્ષેત્રે પદ્મશ્રી એનાયત થયો છે. પ્રેમાનંદની પરંપરાને જીવંત રાખતા પંડ્યા સાહેબ આજે પણ તાંબાની માન (ઘડો) વગાડીને લોકોને મંત્રમુગ્ધ કરે છે. તેમની આ તપસ્યાની આજે દેશ સ્તરે નોંધ લેવાઈ છે અને આજ કામને બિરદાવવા હવે તેમને પદ્મ પુરસ્કાર પણ મળવા જઈ રહ્યો છે.
૨.મીર હાજી કાસમ:
લોકસંગીતના સૂરીલા કલાકાર ગુજરાતી લોકસંગીત અને પરંપરાગત કલાને વિશ્વ સુધી પહોંચાડનાર કલાકાર મીર હાજી કાસમની પણ પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી થઈ છે. લોકગીતો અને પ્રાદેશિક સંગીતમાં તેમનું યોગદાન ગુજરાતના સાંસ્કૃતિક વારસાને વધુ સમૃદ્ધ બનાવે છે. આજના અર્બન ગણાતા એવા ગુજરાતી કલાકારો સાથે પણ તાલ મિલાવીને માહોલ સુરમય બનાવી દે છે. ઢોલ, શરણાઈ, લગ્નન ગીત હોય કે ડાયરો બધામાં પોતાની જાન પોરવી દઈ લોકોને રાજીના રેડ કરે છે.
૩. નિલેશ માંડલેવાલા:
'ડોનેટ લાઈફ'ના ફાઉન્ડર સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સમાજસેવા ક્ષેત્રે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 'ડોનેટ લાઈફ' સંસ્થા દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી અંગદાનની જુંબેશ ચલાવતા નિલેશભાઈએ અત્યાર સુધીમાં ૧૩૦૦થી વધુ અંગોનું દાન કરાવી અનેક પરિવારોને નવું જીવન આપ્યું છે. અગાઉ 'ગુજરાત ગરિમા એવોર્ડ' મેળવનાર નિલેશભાઈના આ કાર્યની હવે રાષ્ટ્ર સ્તરે પ્રશંસા થઈ છે.
આ ત્રણેય મહાનુભાવોની પસંદગીથી સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી પ્રસરી છે અને મુખ્યમંત્રી સહિત અનેક અગ્રણીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
"પદ્મ વિજેતા આ ત્રણ ગુજરાતીઓ સાબિત કરે છે કે જો કાર્યમાં નિષ્ઠા અને સેવામાં શુદ્ધતા હોય, તો રાષ્ટ્ર તેના શિલ્પીઓને ચોક્કસપણે ઓળખે છે. આ સન્માન માત્ર આ વ્યક્તિઓનું નથી, પરંતુ સમગ્ર ગુજરાતની કલા અને સંસ્કારિતાનું છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.