ગુજરાતમાં કોરોના મચાવી રહ્યો છે હાહાકાર, અમદાવાદમાં કોરોનાથી 2ના મૃત્યુ
અમદાવાદમાં 18 વર્ષની ગર્ભવતી યુવતી અને 47 વર્ષની મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું છે, જયારે રાજકોટમાં નવા કેસમાં વધારો થયો છે.

કોરોનાના કેસમાં વધારો

કોરોનાના કેસમાં વધારો
અમદાવાદના વીંઝોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષની ગર્ભવતી યુવતીને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હતી, જેના કારણે તેને 2 દિવસ પહેલા મણિનગર સ્થિત એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આજે વહેલી સવારે તેનું મૃત્યુ થયું હતું. બીજી તરફ, દાણીલીમડાના શાહઆલમ વિસ્તારમાં રહેતી 47 વર્ષની મહિલાને હાઇપર ટેન્શન અને બીપી જેવી દીર્ઘકાલીન બીમારીઓ હતી. તેમને પણ 23 મેના રોજ સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું મૃત્યુ થયું છે. આ બંનેના મૃત્યુ મણિનગરની એલજી હોસ્પિટલમાં થયા છે.
રાજકોટમાં વધી રહ્યા કોરોનાના કેસ
આજે શહેરમાં 7 નવા કેસ નોંધાયા છે, જેમાં 4 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. આજે 2 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ પણ થયા છે. આ સાથે શહેરમાં કુલ નોંધાયેલા કેસોની સંખ્યા 44 થઈ છે. અત્યાર સુધીમાં 6 દર્દીઓ હોમ આઇસોલેશન પછી સ્વસ્થ થયા છે. એક દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે, જ્યારે બાકીના 37 દર્દીઓ હજુ પણ હોમ આઇસોલેશન હેઠળ છે અને તેમની તબિયત પણ સ્થિર છે. 1 જૂનના રોજ 5 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. શહેરમાં કુલ કેસોની સંખ્યા 37 થઈ હતી અને જિલ્લાની અંદરથી કુલ 2 કેસ નોંધાયા હતા.
ભારતમાં હાલમાં 4 નવા કોવિડ-19 વેરિયન્ટ
ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલના જણાવ્યા અનુસાર, દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી ક્રમબદ્ધ કરેલા સેમ્પલના આધારે 4 નવા વેરિયન્ટ - LF.7, XFG, JN.1 અને NB.1.8.1 જોવા મળ્યા છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી સેમ્પલ લઈને તેમની સિક્વન્સિંગ ચાલી રહી છે. હાલ મળેલા કેસ ગંભીર પ્રકારના નથી, પરંતુ લોકોમાં સાવચેત રહેવાની જરૂર છે. WHOએ આ વેરિયન્ટને ‘Variants Under Monitoring’ તરીકે વર્ગીકૃત કર્યા છે, જેનો અર્થ છે કે તેઓ હાલ ચિંતાજનક કે ગંભીર માનવામાં આવતાં નથી, પણ નજર હેઠળ રાખવા જેવા છે. NB.1.8.1 વેરિયન્ટમાં A435S, V445H અને T478I જેવા સ્પાઇક મ્યુટેશન જોવા મળ્યા છે, જે તેને વધુ ઝડપથી ફેલાવામાં સક્ષમ બનાવે છે. આ વેરિયન્ટ સામે વિકસિત રોગપ્રતિકારક શક્તિ પણ અસરકારક ન હોવાનું જણાયું છે. હાલ ભારતમાં સૌથી સામાન્ય વેરિયન્ટ JN.1 છે, જે તમામ સેમ્પલમાંથી લગભગ અડધા કેસોમાં જોવા મળ્યો છે, જ્યારે BA.2 અને ઓમિક્રોન સબલાઇનેજના અનુસર્જિત વેરિયન્ટ પણ નોંધાયા છે.
સંક્રમણ સામે રક્ષણ મેળવવા કેટલીક સાવચેતી અનિવાર્ય
ઘરની બહાર જતા સમયે અને જાહેર સ્થળોએ ફરજિયાત માસ્ક પહેરવો જોઈએ. સામાજિક અંતર જાળવીને ઓછામાં ઓછા 6 ફૂટ દૂર રહેવું અનિવાર્ય છે. વારંવાર સાબુથી હાથ ધોવા કે સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. શરદી, તાવ, ખાંસી, ગળામાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ જેવી કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. જેમણે હજુ સુધી રસીના બંને ડોઝ લીધા નથી, તેમણે તાત્કાલિક બંને ડોઝ અને બૂસ્ટર ડોઝ પૂર્ણ કરાવા જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!