રાજકોટમાં 19 બંગાળી બાળમજૂરોને મુક્તિ, શરીર પર ઇજાના નિશાન જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
રાજકોટના બેડી ચોક વિસ્તારમાંથી 19 બંગાળી બાળકમજૂરોને ઈમિટેશન કામ માટે ગોંધી રાખાયા હતા, પોલીસ અને SOGની એક્શન બાદ બાળકોને મુક્ત કરી તપાસ શરૂ.

રાજકોટ પોલીસ

રાજકોટ પોલીસ
રાજકોટના બેડી ચોક પાસે આવેલા ગોપાલ રેસિડેન્સી શેરી નંબર 1ના એક મકાનમાંથી 19 બંગાળના બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. 5 જૂન, ગુરુવારે રાત્રે શહેર પોલીસ અને SOG તથા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી.
ઈમિટેશન કામ માટે ગોંધી રાખેલા બાળકો
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, આ તમામ બાળકો પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને છેલ્લા 2 વર્ષથી અલગ-અલગ સમયે કોન્ટ્રાક્ટર દ્વારા રાજકોટ લાવવામાં આવ્યા હતાં. તેમને ઈમિટેશનના કામ માટે વાપરવામાં આવતા હતા.
શરીરે ઈજાના નિશાન જોઈ તપાસ શરુ
બાળકોને મુક્ત કર્યા બાદ પોલીસને તેમના શરીરે હાથ અને પીઠ પર ઇજાના નિશાન જોવા મળ્યા, જેનાથી તેઓને માર માર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તમામ બાળકોને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા છે.
મકાન માલિક સામે તપાસ
જે ઘરમાંથી બાળકો મળી આવ્યા તે મકાનના માલિક બાબુભાઈ બાળા હોવાનું ખુલ્યું છે. હાલ તપાસ કરવામાં આવી રહી છે કે, મકાન ભાડે આપવામાં ભાડાકરાર થયો હતો કે નહીં. જો નહિ થયો હોય તો જાહેરનામા ભંગનો ગુનો પણ નોંધાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.