'શક્તિ' સક્રિય: 6 ઓક્ટોબરથી ગુજરાત તરફ યુ-ટર્ન!
શ્રીલંકા દ્વારા નામાન્કિત 'શક્તિ' ઓમાન તરફથી પાછું વળશે, સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ

'શક્તિ' સક્રિય, 6 ઓક્ટો યુ-ટર્ન

'શક્તિ' સક્રિય, 6 ઓક્ટો યુ-ટર્ન
અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું હાલમાં ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાનું કારણ બની છે. IMDના જણાવ્યા અનુસાર, 6 ઑક્ટોબરની સવારથી આ વાવાઝોડું ગુજરાત તરફ યુ-ટર્ન લે તેવી સંભાવના છે. આ બદલાવના પગલે દીવ-વેરાવળ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને તંત્ર એલર્ટ મોડમાં છે.
વાવાઝોડાની ગતિ અને ગુજરાત પર સંભવિત અસરતીવ્ર ચક્રવાત વાવાઝોડું 'શક્તિ' છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. રવિવારે (5 ઑક્ટોબર, 2025)ના રોજ ભારતીય સમય મુજબ 1130 કલાકે તે ઓમાનથી લગભગ 210 કિ.મી. દક્ષિણપૂર્વ તરફ પ્રયાણ કરી રહ્યું હતું.
દિશામાં પરિવર્તન: 6 ઑક્ટોબરની સવાર સુધીમાં તે પશ્ચિમ દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું શરૂ રાખશે અને ધીમે-ધીમે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. ત્યારબાદ તે યુ-ટર્ન લઈને પશ્ચિમ મધ્ય અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ (ગુજરાત તરફ) આગળ વધશે.
વરસાદની આગાહી: 'શક્તિ' વાવાઝોડાની અસરને કારણે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ભારે વરસાદ: 8 ઑક્ટોબરે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી, અને વલસાડ જિલ્લામાં સારો એવો વરસાદ થવાની સંભાવના છે.
સમુદ્રમાં સ્થિતિ: 'શક્તિ'ના પ્રભાવથી ગીર સોમનાથના વેરાવળ, દેવભૂમિ દ્વારકા અને દીવ સહિતના દરિયામાં ભારે પવન સાથે મોજાં ઉછળી રહ્યા છે. IMDએ માછીમારોને સ્પષ્ટપણે દરિયામાં ન જવાની સૂચના આપી છે.
જોકે, રાહતની વાત એ છે કે, 7 ઑક્ટોબર બપોર સુધીમાં વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી પણ શક્યતા છે.
વાવાઝોડાનું નામ: 'શક્તિ' (તાકાત)સાયક્લોનિકના નામકરણની પ્રક્રિયા ખૂબ જ ખાસ છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની આ સિસ્ટમ વર્ષ 2024માં શરુ થઈ હતી, જેમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડ જેવા દેશો સામેલ છે.
નામકરણ: આ ચક્રવાતી તોફાન 'શક્તિ'નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે.
અર્થ: 'શક્તિ' એક તમિલ શબ્દ છે જેનો અર્થ 'તાકાત' અથવા 'Power' થાય છે.
વાવાઝોડાના નામ રાખતી વખતે એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે નામ ટૂંકું, સરળ હોય અને કોઈપણ રીતે અપમાનજનક ન હોય. આ ઉપરાંત, એકવાર ઉપયોગ થયા પછી તે નામનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!