" અમારે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે.." કાંકરેજમાં બંધનું એલાન
લોકોએ કહ્યું કે કાંકરેજના લોકોને પાલનપુર જવું સરળ છે પણ થરાદ દૂર પડશે

" અમારે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે.." કાંકરેજમાં બંધનું એલાન

" અમારે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે.." કાંકરેજમાં બંધનું એલાન
રાજ્ય સરકારે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠાનું વિભાજન કરીને વધુ એક જિલ્લો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. જો કે આ મામલે કાંકરેજ તાલુકાના વેપારીઓ અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે કાંકરેજ તાલુકાના લોકોએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વેપારી અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિભાજનના નિર્ણયને લઈને આજે કાંકરેજ તાલુકાના તમામ વેપારીઓ અને લોકોએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે.કાંકરેજ તાલુકાના લોકોની માંગણી છે કે કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે જે વિભાજન કરીને વાવ થરાદ જિલ્લામાં તેમને મૂકવામાં આવ્યા છે તેની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે.
તેમનું કહેવું છે કે તેમને પાલનપુર સીધું અને સરળ પડે છે ત્યારે વાવ થરાદ તેમના માટે અટપટું રહે છે અને લોંગ પડે છે .તેમણે કહ્યું કે અમારે પાલનપુરમાં જ રહેવું છે..અમારે વાવ થરાદ જિલ્લામાં જવું નથી જો અમારી માંગણી સરકાર નહીં સ્વીકારે તો આગામી સમયમાં અમે આંદોલન કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.