Patan : રાધનપુર નજીક 'પોલીસ' લખેલી ગાડીએ અકસ્માત સર્જ્યો, નશામાં ધૂત પોલીસપુત્ર ઝડપાયો!
પાટણના રાધનપુર નજીક 'પોલીસ' લખેલી ગાડીએ અકસ્માત સર્જી બાઈક ચાલકને અડફેટે લીધો હતો...

વરદીની આડમાં ગુનો...!

વરદીની આડમાં ગુનો...!
પાટણ જિલ્લાના રાધનપુર નજીક એક ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે, જેમાં 'પોલીસ' લખેલી એક ગાડીએ બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં અકસ્માત સર્જનાર કારમાંથી દારૂની બોટલ અને પોલીસનું બોર્ડ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
નશામાં ધૂત પોલીસકર્મીનો પુત્ર...
પ્રાથમિક તપાસ અને લોકોના દાવા મુજબ, અકસ્માત સર્જનાર ગાડીનો ચાલક એક પોલીસકર્મીનો પુત્ર હતો, જે ઘટના સમયે નશામાં ધૂત હોવાનું જણાઈ રહ્યું છે. આ બેજવાબદાર કૃત્યને કારણે બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
લોકોએ ઝડપી પોલીસ હવાલે કર્યો...
સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી, નશામાં ધૂત પોલીસપુત્ર અને તેના મિત્રને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા. ઇજાગ્રસ્ત બાઈક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના અંગે રાધનપુર પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. 'પોલીસ' લખેલી ગાડીનો દુરુપયોગ અને નશામાં અકસ્માત સર્જવાની ઘટનાથી પ્રશાસન પર પણ સવાલો ઉભા થયા છે. આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?