‘હમણાં કરપ્શન ન કરશો’ Fix Pay ગૃપનો મેસેજ વાયરલ!
"સરકાર નજર રાખી રહી છે" નો મેસેજ અને ફિક્સ પે આંદોલન ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા

સરકારી કર્મચારીઓના ટેલિગ્રામ ગૃપ ‘ટીમ રિમૂવ ફિક્સ પે’નો સ્ક્રીનશોટ કર્મચારીએ વાયરલ કર્યો

સરકારી કર્મચારીઓના ટેલિગ્રામ ગૃપ ‘ટીમ રિમૂવ ફિક્સ પે’નો સ્ક્રીનશોટ કર્મચારીએ વાયરલ કર્યો
સરકારી કર્મચારીઓના ટેલિગ્રામ ગૃપ ‘ટીમ રિમૂવ ફિક્સ પે’નો એક સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક કર્મચારી ભ્રષ્ટાચાર ન કરવાની સલાહ આપી "સરકાર નજર રાખી રહી છે". નો મેસેજ કરે છે. કર્મચારીએ કરેલો મેસેજ અને ફિક્સ પે વિરૂદ્ધનું આંદોલન ચર્ચાનો વિષય બન્યા છે.
સોશિયલ મીડિયા પર એક ટેલિગ્રામ ગૃપનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે. સરકારી કર્મચારીઓના ‘Team Remove Fix Pay’ નામના ગૃપનો હોવાનું મનાઈ રહ્યું છે. આ ગૃપના એક મેસેજે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. જેમાં કર્મચારીઓને હાલ પૂરતા ભ્રષ્ટાચાર ન કરવાની સલાહ આપવામાં આવી છે. સરકાર તેમના પર નજર રાખી રહી હોવાનું કારણ આપવામાં આવ્યું છે. આ મેસેજથી ફિક્સ પે સિસ્ટમ સામેના આંદોલન અને સરકારી કર્મચારીઓની માનસિકતા સામે નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ‘Team Remove Fix Pay’ નામના ટેલિગ્રામ ગૃપમાં 8 હજાર કરતાં વધુ સભ્યો છે. જેમાં મોટાભાગના ત્રીજા વર્ગના સરકારી કર્મચારીઓ છે. આ ગૃપ ફિક્સ પે સિસ્ટમને નાબૂદ કરવાના આંદોલન ચલાવવા માટે બનાવાયુ છે. વાયરલ થયેલા સ્ક્રીનશોટમાં ‘વિજય પટેલ’ નામના આઈડીથી એક મેસેજ લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, “બધા મિત્રોને વિનંતી છે, શહીદ બનવા તૈયાર રહો અને ફિક્સ પે માટે આંદોલન કરો. અહીં બોલવાથી કે ટ્રેન્ડ ચલાવવાથી કશું થવાનું નથી. હાલમાં કોઈ મિત્રએ કરપ્શન કરવું નહીં. સરકાર આપણા પર નજર રાખે છે. કરપ્શન કરતા પકડાશો તો સીધા ડિસમિસ થશો.” સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે.
વાયરલ થયેલા મેસેજમાં રાજ્યના એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)ની પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જૂનાગઢના એક ગામના તલાટી જયદીપ ચાવડાની ₹1,500ની લાંચ ઓનલાઈન સ્વીકારવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ઉલ્લેખ કરી ગૃપના સભ્યોને ચેતવણી આપવામાં આવી છે કે સરકારની નજર હેઠળ ભ્રષ્ટાચારનું જોખમ લેવું ખતરનાક બની શકે છે.
આ સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. કેટલાક યુઝર્સે આ મેસેજને એડિટેડ હોવાનો દાવો કર્યો છે. પરંતુ ચકાસણીમાં ‘ટીમ રિમૂવ ફિક્સ પે’ ગૃપ અને તેમાં થયેલી ચર્ચા વાસ્તવિક હોવાનું જણાયું છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ ગૃપના સભ્યો પર તપાસની માંગ કરી રહ્યા છે. યુઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો છે કે આવા મેસેજનો અર્થ શું છે? શું આંદોલન સમાપ્ત થયા બાદ ભ્રષ્ટાચાર ફરી શરૂ થશે? આવા નિવેદનો કર્મચારીઓની માનસિકતા પર પણ સવાલો ઉભા કરે છે.
શું છે ફિક્સ પે આંદોલન?
ગુજરાતમાં વર્ગ-3ની સરકારી નોકરીઓમાં ફિક્સ પે સિસ્ટમ નાબૂદ કરવાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં આ મુદ્દે વારંવાર હેશટેગ ટ્રેન્ડ્સ અને ઝુંબેશ ચલાવાય છે. તાજેતરમાં આ મુદ્દે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ઝુંબેશ શરૂ થઈ છે. જેમાં હજારો પોસ્ટ શેર થઈ છે. જોકે, સરકાર તરફથી સ્ક્રીનશોટ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!