2 દિવસમાં એક જ પરિવારના 3 મોતથી અરેરાટી
કાકા-કાકીની અંતિમવિધિમાં આવેલા 41 વર્ષીય ભત્રીજાનું હાર્ટ એટેકથી મોત

AI જનરેટેડ

AI જનરેટેડ
Rajkot News: રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કાકા-કાકીની અંતિમવિધિ ચાલી રહી હતી ત્યારે 41 વર્ષીય ભત્રીજાનું અચાનક હાર્ટ એટેકથી મોત થતાં પરિવાર પર વધુ એક પહાડ તૂટી પડ્યો છે. માત્ર 2 દિવસના સમયગાળામાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થતાં ધોરાજીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કાકા-કાકીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
મળતી માહિતી મુજબ, ધોરાજીના જમનાવાડ રોડ વિસ્તારમાં રહેતા જીતુભાઈ રાવરાણી અને મધુબેન રાવરાણીએ 2 દિવસ અગાઉ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ બંનેના મોત થતાં પરિવારજનો અને સગા-સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવાર દ્વારા બંનેની અંતિમવિધિની તૈયારીઓ કરવામાં આવી રહી હતી.
કાકા-કાકીની ચિતા પાસે જ ભત્રીજાને આવ્યો હાર્ટ એટેક
કાકા-કાકીની અંતિમયાત્રામાં તેમના 41 વર્ષીય સગા ભત્રીજા દીપકભાઈ કિરીટભાઈ રાવરાણી પણ જોડાયા હતા. અંતિમવિધિની પરંપરાગત વિધિ દરમિયાન તેઓ દોણી લઈને સ્મશાનગૃહ પહોંચ્યા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી અને છાતીમાં ભારે દુખાવો થતાં તેઓ સ્મશાનગૃહમાં જ ઢળી પડ્યા હતા.
હોસ્પિટલ પહોંચાડાયા, પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યા
દીપકભાઈને પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
2 દિવસમાં પરિવારના 3 મોતથી શોકનો માહોલ
એક તરફ કાકા-કાકીના મોતનો આઘાત અને બીજી તરફ અંતિમવિધિ દરમિયાન જ ભત્રીજાના અચાનક મોતથી રાવરાણી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સ્મશાનગૃહમાં જ કરુણ દૃશ્યો સર્જાયા હતા અને પરિવારજનોમાં ભારે કલ્પાંત મચી ગયો હતો. ધોરાજીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. માત્ર 2 દિવસમાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી પરિવારજનો સહિત સ્થાનિકોમાં પણ ભારે અરેરાટી વ્યાપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?