‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ, એડવેન્ચર ફેસ્ટ અંદાજિત 45 દિવસ સુધી ચાલશે
વર્લ્ડ ક્લાસ સબસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ

વર્લ્ડ ક્લાસ સબસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ

વર્લ્ડ ક્લાસ સબસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ એડવેન્ચર ઝોનનું ઉદઘાટન કર્યુ હતું અને સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અને મહાનુભાવો સાથે એડવેન્ચર ઍક્ટિવિટી સ્થળની મુલાકાત લઈને પેરા મોટરીંગ સહિતની રાઇડસ પણ નિહાળી હતી અને ટેન્ટસિટીનું ઉદ્દઘાટન કરીને તેની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સબસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.
ધરોઈ ડેમ રિજીયન ડેવલપમેન્ટ સમગ્રતયા ત્રણ ફેઈઝમાં સાકાર થશે અને સ્પિરીચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગાર અવસર સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ પાર પડી શકશે.
ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં 'આઈકોનિક પ્લેસ' તરીકે વિકસાવવામાં આવશે. એટલું જ નહિ, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કાર્યરત છે.
પ્રવાસન વિભાગના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારે મીડિયા સાથે એડવેન્ચર ફેસ્ટ અંગેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અંદાજિત 45 દિવસ સુધી ચાલશે અને ફેસ્ટિવલમાં લેન્ડ બેઝડ, વોટર બેઝડ, એર બેઝડ એડવેન્ચર એક્ટિવિટીઝ પ્રવાસીઓને માણવા મળશે.
પ્રવાસીઓને રહેવા માટે ધરોઈ ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં કુલ 21 વિવિઘ પ્રકારના ટેન્ટ તેમજ અંદાજિત 100થી વધુ બેડની એસી ડોર્મિટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમ પ્રવાસન સચિવે જણાવ્યું હતું.
એડવેન્ચર ફેસ્ટનાં આકર્ષણો
* જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10થી વધુ એક્ટિવિટીઝ
* રહેવા માટે અતિઆધુનિક સુવિધાઓયુક્ત AC ટેન્ટ સહિત 21 ટેન્ટ સાથેનું ટેન્ટસિટી - સાંસ્કૃતિક કાર્યક્રમો
* પાવર બોટ અને પેરાસેઇલિંગ જેવી પાણીમાં થતી એક્ટિવિટીઝ
* પેરામોટરિંગ, હોટ એર બલૂન જેવી એક્ટીવિટી
* જમીન પર રોક ક્લાઈમ્બિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિન્ગ જેવી પ્રવૃત્તિઓ
* સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર
* અંદાજિત 100થી વધુ બેડની AC ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઈનિંગ હૉલની સુવિધાઓ
* તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ, સર્ટિફાઇડ રાઈડ, આકસ્મિક આગ સામે સુરક્ષા વ્યવસ્થાની ઉપલબ્ધતા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?