ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
બાળકો, મહિલાઓ અને વૃદ્ધ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવતર પહેલ

ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’

ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
ગુજરાતની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત પોલીસે નવતર પહેલ શરૂ કરી છે. ગુજરાત પોલીસે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ‘સાંત્વના કેન્દ્ર’માં બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજી કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ‘સાંત્વના કેન્દ્ર’માં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી સેવાઓ એક છત નીચે ઉપલબ્ધ બનશે.
પોલીસ સ્ટેશનોમાં શરૂ કરવામાં આવનાર સાંત્વના કેન્દ્રમાં ચાર સેવાઓ આપવામાં આવશે. જેમાં વુમન હેલ્પ ડેસ્ક બનાવી પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓને મદદરૂપ થવા તેમજ કાઉન્સેલીંગ કરવાની કામગીરી કરશે. એક ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર રાખી કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું કાઉન્સેલિંગ કરશે. 181 મહિલા અભયમ ટીમ મહિલાઓની સલામતી અને સુરક્ષા અંગેની કામગીરી કરશે. જ્યારે PSBSS (પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) પીડિત મહિલા તથા સામાવાળા પક્ષના સભ્યોનું કાઉન્સેલીંગ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કામગીરી કરશે.
‘સાંત્વના કેન્દ્ર’માં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને સિનીયર સિટીઝનને યોગ્ય રીતે, સંવેદનશીલતા અને સહાનુભુતિ સાથે સાંભળવામાં આવશે. તેઓની મુશ્કેલીઓને સાંભળી યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવશે. જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય કાઉન્સેલિંગ કરાશે. પોલીસ સ્ટેશનોમાં બાળકો, મહિલાઓ અને સિનીયર સીટીઝન આવે ત્યારે તેમને તકલીફ ન પડે અને જે કામ માટે તેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા હોય તે કામ સત્વરે પૂર્ણ થાય તે અંગે કાર્યવાહી કરાશે.
સાંત્વના કેન્દ્રની કામગીરી ઉપર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર/પોલીસ સબ ઇન્સ્પેકટરોને સૂચવવામાં આવેલી કામગીરી યોગ્ય રીતે કરે તે સુનિશ્ચિત કરવા ડીજીપીએ સૂચના આપી છે. આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રને સોંપવામાં આવેલી જવાબદારીઓ અંગે યોગ્ય રીતે કાર્યવાહી થઇ રહી છે કે કેમ તે બાબતે સંબંધિત SDPO / ACP અધિકારીને સુપરવિઝન રાખવા તાકીદ કરવામાં આવી છે. તેવી જ રીતે કમિશ્નરેટ વિસ્તારમાં જે તે ઝોન વિસ્તારના નાયબ પોલીસ કમિશ્નર અને જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકને આ કામગીરી ઉપર મોનીટરીંગ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આ કેન્દ્રો શરૂ કરવાથી પોલીસ અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટશે અને બાળકો, મહિલાઓ અને સિનીયર સીટીઝનોની સેવામાં ગુજરાત પોલીસ પોતાનું વિશેષ યોગદાન આપી શકશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.