સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી ત્યાં જ એન્જિનિયર
અબ્દુલ અલીમ આજે કોઈ પણ ડિગ્રી વિના તે જ કંપનીમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર બની ગયો

અબ્દુલ અલીમ

અબ્દુલ અલીમ
ચેન્નાઈ સ્થિત પ્રખ્યાત IT કંપની Zohoમાં અબ્દુલ અલીમ નામના એક વ્યક્તિની સફર હજારો લોકો માટે પ્રેરણાસ્રોત બની ગઈ છે. તેની કહાણી એ વાતનું જીવંત ઉદાહરણ છે કે, સખત મહેનત, આત્મનિર્ભરતા અને સતત શીખવાના જુસ્સા સામે ડિગ્રી કે પૃષ્ઠભૂમિ કોઈ અવરોધરૂપ બનતા નથી. અબ્દુલ અલીમ એ Zoho કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે પોતાની નોકરી શરૂ કરી હતી અને આજે તે જ કંપનીમાં કોલેજ ડિગ્રી વિના સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયરના પદ પર પહોંચી ગયો છે, જ્યાં તેનો પગાર લાખોમાં છે. તાજેતરમાં લિંકડિન પર શેર કરેલી તેની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેણે યુવાનોને મોટી પ્રેરણા આપી છે.
એક સિનિયર કર્મચારીએ સાથે વાતચીતથી શરૂઆત
અબ્દુલ અલીમની આ સફરની શરૂઆત 2013માં થઈ, જ્યારે તે માત્ર 1000 રૂપિયા લઈને ઘરેથી નીકળ્યો હતો, જેમાંથી 800 રૂપિયા ટ્રેનની ટિકિટમાં ખર્ચાઈ ગયા. નોકરી કે રહેવાની જગ્યા વિના તેને લગભગ 2 મહિના સુધી રસ્તા પર રહેવું પડ્યું હતું. આ સંઘર્ષ બાદ તેને Zohoની ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી મળી. દરરોજ 12 કલાકની લાંબી શિફ્ટ દરમિયાન, Zohoના એક સિનિયર કર્મચારીએ તેને જોયો અને વાતચીત શરૂ કરી. અબ્દુલ અલીમે સિનિયરને જણાવ્યું કે, તેણે શાળાના દિવસોમાં થોડું HTML શીખ્યું હતું. સિનિયરે પૂછ્યું કે, શું તે વધુ શીખવા માંગે છે. આ એક નાનકડી વાતચીતથી જ તેની કોડિંગ અને શીખવાની યાત્રા શરૂ થઈ હતી.
આ પણ વાંચો: શિક્ષકના માર્ગદર્શનથી પાંખ મેળવી અને આકાશ કર્યું સર, ISROના શુભાંશુ શુક્લાની પ્રેરણાદાયી સફર
8 મહિનાની અવિરત મહેનત પછી પરિણામ
અબ્દુલ અલીમ તેની 12 કલાકની સિક્યુરિટી શિફ્ટ પૂરી કર્યા પછી, થાક્યા વિના તેના સિનિયર પાસે જતો અને કોડિંગ શીખતો હતો. લગભગ 8 મહિનાની અવિરત સખત મહેનત પછી, તેણે એક નાની એપ્લિકેશન બનાવી જે યુઝર ઈનપુટને વિઝ્યુઅલાઈઝ કરતી હતી. સિનિયરે જ્યારે આ એપ્લિકેશન તેમના મેનેજરને બતાવી, ત્યારે મેનેજર એટલા પ્રભાવિત થયા કે, તેમણે અબ્દુલ અલીમનો ઈન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું. આત્મવિશ્વાસ અને જુસ્સા સાથે ઈન્ટરવ્યૂ પાસ કર્યા પછી, અબ્દુલને આખરે Zohoમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી મળી. તેની આ સફર માત્ર તેની વ્યક્તિગત ક્ષમતા જ નહિ, પણ Zoho જેવી કંપનીની સંસ્કૃતિને પણ દર્શાવે છે, જે પ્રતિભાને ડિગ્રી કરતાં વધુ મહત્વ આપે છે.
સોશિયલ મીડિયા પર પ્રશંસા
સોશિયલ મીડિયા પર લોકોએ અબ્દુલ અલીમના જુસ્સા અને સમર્પણની ખૂબ પ્રશંસા કરી છે. એક યુઝરે ટિપ્પણી કરી કે, 'હું એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવું છું, અને તમારી કહાનીએ મને પ્રેરણા આપી છે. મોટાભાગના લોકો 12 કલાકની શિફ્ટ પછી આરામ કરે છે, પરંતુ તમે શીખવાનું પસંદ કર્યું. આ માનસિકતા અદ્ભુત છે.'
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ