કચ્છ પાસે ભારત-પાકિસ્તાનની બોર્ડર ઉપર બે જવાનોના મોત
હરામી નાળા પાસે કાદવમાં ફસાયેલા BSF ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને હેડ કોન્સ્ટેબલનું ડિહાઈડ્રેશનના કારણે મોત

Two soldiers died on the India-Pakistan border near Kutch

Two soldiers died on the India-Pakistan border near Kutch
સીમા સુરક્ષા દળ, ગુજરાતના જનસંપર્ક અધિકારીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. BSFના સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ BSFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એચ. વિશ્વદેવ અને હેડ કોન્સ્ટેબલ દયાલરામ ટીમ સાથે હરામીનાળાની ઉત્તર દિશામાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર દુર્ગમ વિસ્તારમાં પેટ્રોલિંગ પર ગયા ત્યારે આ ઘટના બની છે. આ વિસ્તાર ખતરનાક વિસ્તાર ગણાય છે. તે સમયે હવામાનની વિષમ પરિસ્થિતિમાં તેઓ ફસાઈ ગયા હતા. તેઓને તાત્કાલિક સારવારની જરૂર હતી. પરંતુ નજીકની હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે બંને જવાનોના મોત થયા હતા.
કચ્છમાં BSFની 59 બટાલિયનમાં તૈનાત આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિશ્વ દેવા રમણનાથ ઝા બિહારના અને હેડ કોન્સ્ટેબલ દયાલરામ ઉત્તરાખંડના રહેવાસી હતી. શુક્રવારે બોર્ડર આઉટ પોસ્ટ 1136ના વિસ્તારમાં 6 સૈનિકોની ટીમ પેટ્રોલિંગ પર નીકળી હતી. સવારથી નીકળેલી ટીમ કાદવમાં ફસાયા બાદ પીવાનું પાણી નહી મળતા બેભાન થઈ ગયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ