ગરમી સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે


હવામાન વિભાગે આગામી દિવસોની આગાહી કરી છે. જે અંતર્ગત રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હવામાન સૂકું રહેશે. અગાઉ, હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 10 અને 11 એપ્રિલે વરસાદની આગાહી કરી હતી. પરંતુ વાતાવરણના ઉપરના સ્તરમાં પલટો આવતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના ઉત્તરીય ભાગ તરફ આવી રહ્યું છે. જેના કારણે 10 અને 11 એપ્રિલના બદલે 12 અને 13 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.તાપમાન 40 ડિગ્રીને પાર થવાની આગાહી પણ કરવામાં આવી છે. આથી તાપમાનમાં વધારા વચ્ચે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ