બનાસ નદી પર બનાવેલા રેલવે બ્રિજના પિલ્લરો 10 વર્ષમાં જ જર્જરિત
રેલવે વિજિલન્સ તપાસમાં ખોટી ગુણવત્તાની કામગીરીની વાત આવી સામે

રેલવે બ્રિજના પિલ્લરો 10 વર્ષમાં જ જર્જરિત

રેલવે બ્રિજના પિલ્લરો 10 વર્ષમાં જ જર્જરિત
કાંકરેજના ઉંબરી ગામમાં બનાસ નદી પર બનાવેલા રેલવે બ્રિજના પિલ્લરો માત્ર 10 વર્ષમાં જ જર્જરિત થઇ ગયા છે. આ બ્રિજનું કામ 2013માં અજય ઇન્ફ્રા મહેસાણા દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. પરંતુ, 10 વર્ષમાં જ પિલ્લરોથી લોખંડ દેખાવા લાગ્યું અને કેટલાક પિલ્લરોમાંથી કપચીઓ ખરવાલાગી છે.
રેલવે વિજિલન્સની તપાસ દરમિયાન, આ બ્રિજના પિલ્લરોનુ નિર્માણ કરતી વખતે સિમેન્ટ અને કોંક્રેટની ગુણવત્તામાં ખામી હોવાનો ખુલાસો થયો છે. તેના પરથી અનુમાન લગાવી શકાય કે હલકી ગુણવત્તાવાળા સામગ્રીના ઉપયોગને કારણે આ પિલ્લરો ઝર્જરીત થઇ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, અજય ઇન્ફ્રા મહેસાણા દ્વારા હાલ આ રેલવે બ્રિજના સમારકામની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ હાલની સ્થિતિ એવી છે કે, અહીંથી પસાર થતી ટ્રેનો 10 કિ.મી.ની સ્પીડમાં જ પસાર કરવામાં આવી રહી છે, જેના કારણે સંકટ ઊભું થતું જાય છે. આ બ્રિજ કોઈ પણ સમયે તૂટી શકે છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
રેલવે વિજિલન્સ તપાસના પગલે, વેસ્ટર્ન રેલવે હેડ ઓફિસ, ચર્ચગેટ, મુંબઈની સુચના પર, ડેપ્યુટી ઇજનેર અશોક કુમાર સિંગે અજય એન્જિનિયર્સ મહેસાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ