કંડલા પોર્ટમાં મેગા ડિમોલિશન, 100 એકર જમીન ખુલ્લી
મીઠા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર, પોલીસ બંદોબસ્ત સાથે ₹250 કરોડની જમીન મુક્ત

વહીવટીતંત્રના 50 અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે સવારથી ડિમોલિશન હાથ ધર્યુ હતું

વહીવટીતંત્રના 50 અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે સવારથી ડિમોલિશન હાથ ધર્યુ હતું
કંડલાના મીઠા પોર્ટ વિસ્તારમાં મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ છે. અંદાજે 100 એકર જમીન પર ખડકાયેલા ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. પૂર્વ કચ્છ પોલીસ અને કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. 100 એકર જમીન પર દબાણો થયા છે તે જમીનની કિંમત 250 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
કંડલા પોર્ટ ઉપર ભારે પોલીસ બંદોબસ્ત સાથે ડ્રોન મોનિટરિંગ હેઠળ દબાણ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મીઠા પોર્ટ વિસ્તારને દબાણમુક્ત કરવા માટે દિન દયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરાયું. 40 જેટલા અધિકારીઓ અને 500 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં 4 થી 5 હજાર લોકો વસવાટ કરતાં હતા.
જમીનનો કુલ વિસ્તાર અંદાજે 100 એકર જેટલો છે. જેની માર્કેટ કિંમત આશરે રૂપિયા 250 કરોડ થાય છે. લાંબા સમયથી ગુનાખોરી, પ્રોહિબિશન, પેટ્રોલિયમ એક્ટ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી જેવા અનેક ગુનામાં વિસ્તારના શખ્સો સંકળાયેલા હતા.
દબાણ હટાવો ઝુંબેશમાં 20 JCB, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્પર, 100 ટ્રેક્ટર સહિતની મશીનરીનો ઉપયોગ કરાયો છે. સમગ્ર દબાણ હટાવો ઝુંબેશની કાર્યવાહીનું ડ્રોન અને કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
કંડલા પોર્ટ ઉપર આયાત નિકાસની કામગીરી થતી હોવાથી રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષાને પ્રાથમિકતા આપીને વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર મોટી તવાઈ બોલાવાવામાં આવી છે. કંડલા પોર્ટ આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ખડકાયેલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ