મેટા એલર્ટ-પોલીસે બચાવ્યો વિદ્યાર્થીનીનો જીવ
વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો,મેટા એલર્ટ અને પોલીસની ઝડપીકાર્યવાહીથી બચાવ

મેટા એલર્ટથી યુવતીનો બચ્યો જીવ

મેટા એલર્ટથી યુવતીનો બચ્યો જીવ
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રહેતી 18 વર્ષની યુવતીના આત્મહત્યાના પ્રયાસનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. 29 જુલાઈ 2025ની રાત્રે વિદ્યાર્થિનીએ ઈન્સ્ટાગ્રામ પર 'Good bye in my life' લખીને એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તેણે પંખા પર દુપટ્ટો બાંધીને લટકવાનો પ્રયાસ કર્યો હતો. તેની આ પોસ્ટને ગંભીરતાપૂર્વક લઈને સોશિયલ મીડિયા કંપની મેટા દ્વારા રાત્રે 12:48 કલાકે ઉત્તર પ્રદેશ પોલીસના સોશિયલ મીડિયા સેન્ટરને મેટા એલર્ટ મોકલવામાં આવ્યું હતું.
મેટાના આ એલર્ટના આધારે પોલીસ મહાનિર્દેશક (DGP) રાજીવ કૃષ્ણ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. મુખ્યાલયની સોશિયલ મીડિયા ટીમે મેટા એલર્ટમાં આપેલા મોબાઈલ નંબરના આધારે યુવતીનું લોકેશન ટ્રેસ કરી અને બેલઘાટ પોલીસ સ્ટેશનને તરત જાણ કરવામાં આવી.
માત્ર 19 મિનિટમાં, બેલઘાટ પોલીસ સ્ટેશનના ઉપ નિરીક્ષક અને મહિલા નિરીક્ષક યુવતીના ઘરે પહોંચ્યા. પરિવારજનોના સહકારથી તરત જ યુવતીને દુપટ્ટાથી નીચે ઉતારવામાં આવી અને તાત્કાલિક પ્રથમિક સારવાર આપવામાં આવી.
આ પણ વાંચો: WhatsApp માં આવી રહ્યું છે આ અદ્ભુત ફીચર,એન્ડ્રોઇડ યુઝર્સ થઇ જશે ખુશ
પોલીસની પૂછપરછ દરમિયાન યુવતીએ ખુલાસો કર્યો કે, તે પોતાનાં બોયફ્રેન્ડ સાથેના ઝઘડા કારણે તણાવમાં હતી અને આવી હળવાશભરેલી કવાયત કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા કાઉન્સલિંગ કરીને યુવતીને સમજાવવામાં આવી અને તેણે ભવિષ્યમાં આવું પગલાં ન લેવાનું વચન આપ્યું હતું.
મેટા અને યુપી પોલીસ વચ્ચે 2022થી આત્મહત્યાની અટકાયત માટે એક એલર્ટ સિસ્ટમ કાર્યરત છે. આ સિસ્ટમ હેઠળ 1 જાન્યુઆરી 2023થી 25 જુલાઈ 2025 સુધીમાં 1,181 લોકોને આત્મહત્યાથી બચાવવામાં આવ્યા છે. વિદ્યાર્થિનીના પરિવારે મેટા અને પોલીસની ઝડપી કાર્યવાહી માટે આભાર વ્યક્ત કર્યો છે અને આવી મેટા એલર્ટ સિસ્ટમ સમાજને ઘણું મદદરૂપ થઈ શકે તેવું જણાવ્યું છે.
આવો જ વધુ એક બનાવ લખનઉમાં થયો હતો. અહીં 21 વર્ષની યુવતીએ પોતાના ઘરે ફાંસો બનાવ્યો અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. AI એલર્ટ મળતાં જ પોલીસ તંત્રે તરત જ કાર્યવાહી કરી. મહિલા પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી, યુવતીને ઓરડામાંથી બહાર લાવી અને લગભગ એક કલાક સુધી કાઉન્સિલ કર્યું.
પોલીસ મુજબ, યુવતીના આર્ય સમાજ મંદિરમાં લગ્ન થયા હતા, પરંતુ કાયદેસરની માન્યતા ન હોવાથી પુરૂષ તેને છોડીને ઘેર પરત જતો રહ્યો હતો. આ કારણોસર યુવતી માનસિક રીતે ભારે તણાવ અનુભવી રહી હતી. ફરિયાદના આધારે પુરુષની ધરપકડ કરવામાં આવી છે અને કેસની આગળ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: વોટ્સએપનું રહસ્યમય વાદળી વર્તુળ: તે શું હતું અને શા માટે ગાયબ થઈ ગયું?
આ બંને કેસમાં મેટા એઆઈ એલર્ટ સિસ્ટમના કારણે યુવતીઓના જીવન બચી શક્યા છે. મહત્વની બાબત એ છે કે, 2022થી UP પોલીસ અને મેટા વચ્ચે સુસાઈડ પ્રિવેન્સન માટે એલર્ટ સિસ્ટમ કાર્યરત છે. જેના આધારે 1 જાન્યુઆરી 2023થી 25 જુલાઈ 2025 સુધીમાં 1,181 લોકોને આત્મહત્યા કરવાથી બચાવવામાં આવ્યા છે.
આ ટેક્નોલોજી અને માનવ સહકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે, કેવી રીતે AI અને તાત્કાલિક પોલીસ કાર્યવાહી અનેક જીવ બચાવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ