યુએસ ફેડે વ્યાજદર ઘટાડ્યો 3.75%–4.00% સુધી
વધતી બેરોજગારી અને મોંઘવારી વચ્ચે ફેડનો નીતિ પરિવર્તન નિર્ણય

ફેડ અધ્યક્ષ જેરોમ પાવેલ વોશિંગ્ટનમાં

ફેડ અધ્યક્ષ જેરોમ પાવેલ વોશિંગ્ટનમાં
યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ રિઝર્વ, અધ્યક્ષ જેરોમ પાવેલના નેતૃત્વ હેઠળ, મુખ્ય વ્યાજદરમા 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. હવે નવો લક્ષ્યાંક દર 3.75%થી 4.00% વચ્ચે રહેશે. આ નિર્ણય બે દિવસીય નીતિ બેઠક પછી 29 ઑક્ટોબર 2025ના રોજ જાહેર કરવામાં આવ્યો.
ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ (FOMC) પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે આ નિર્ણય અમેરિકન અર્થતંત્રમાં જોખમ ને ધ્યાનમાં રાખી સંતુલન રાખવાના અભિગમને પ્રતિબિંબિત કરે છે. કમિટીએ જણાવ્યું હતું કે, "જોખમ ને નાથવા અને લક્ષ્યોને શિધ્ધ કરવાના આશયની પૂરતતા માટે ફેડરલ ફંડ્સ રેટની શ્રેણી એક ચોથા ટકાથી ઘટાડીને 3-3/4 થી 4 ટકા કરવામાં આવે છે."
આ વર્ષ 2025માં સતત બીજો દર ઘટાડો છે, સપ્ટેમ્બર માસમાં ફેડે દર 4.00%–4.25% સુધી ઘટાડ્યો હતો. સતત બે કટ સાથે, ફેડે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે રોજગાર વૃદ્ધિમાં ધીમાપણાને ધ્યાનમાં રાખી આર્થિક સમર્થનને પ્રાથમિકતા આપી રહ્યું છે.
તાજા આર્થિક આંકડા દર્શાવે છે કે આર્થિક પ્રવૃત્તિ મધ્યમ ગતિએ વધી રહી છે, પરંતુ નોકરીના વધારો ધીમો પડ્યો છે અને બેરોજગારીમાં થોડો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર 2025માં મોંઘવારીનો દર 3% સુધી પહોંચી ગયો, જે ઑગસ્ટના 2.9% કરતાં વધુ છે, અને ફેડના 2%ના લક્ષ્યાંક કરતાં વધુ છે.
ફેડે પોતાના તાજેતરના નિવેદનમાં એ પણ જણાવ્યું કે તે 1 ડિસેમ્બરથી સિક્યોરિટીઝ હોલ્ડિંગ ઘટાડવાનું બંધ કરશે, જેથી નાણાકીય પરિસ્થિતિને થોડો રાહત મળી શકે. જોકે, કેન્દ્રિય બેંકે આગામી દર ઘટાડા માટે કોઈ વચન આપ્યું નથી અને જણાવ્યું કે ભાવિ નિર્ણયો ડેટા, રોજગાર બજારની સ્થિતિ અને મોંઘવારીની દિશા પર આધારિત રહેશે.
ફેડે પોતાના દ્વિ લક્ષ્યો – મહત્તમ રોજગાર અને કિંમત સ્થિરતા – પ્રત્યે પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી છે. કમિટીએ સ્વીકાર્યું છે કે તાજેતરના મહિનાઓમાં રોજગારી સંબંધિત જોખમ વધ્યા છે, જેના કારણે નીતિમાં સુધારાની જરૂરિયાત ઉભી થઈ છે.
આ નિર્ણય અમેરિકન અર્થતંત્રને સ્થિર રાખવાનો પ્રયાસ છે, પણ મોંઘવારીના દબાણ અને વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા, લાંબા ગાળાના દર ઘટાડાના ચક્રને આગળ વધારવાની શક્યતા મર્યાદિત રહી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ક્રેડિટ ગેરંટી યોજના લોન્ચ; નાના માઈક્રોફાઇનાન્સ એકમોને થશે મોટો ફાયદો-લોન લેવી થશે આસાન

₹25 હજારની એક વખતની રાહત, પરંતુ અમલ અને જવાબદારી પર મોટાં સવાલ

'વિકસિત ભારત ૨૦૪૭' ના વિઝનને વેગ આપવા દેશની સૌથી મોટી બેંકનું મોટું પગલું.