યુઝવેન્દ્ર ચહલે છૂટાછેડા અને ડેટિંગ પર તોડ્યું મૌન
ધનશ્રી વર્માથી અલગ થયા બાદ ચહલે નફરત કરનારાઓને આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું છે સત્ય

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી
ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ મેદાન પર પોતાની ગુગલીથી બેટ્સમેનોને નચાવવા માટે જાણીતો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહ્યો છે. ખાસ કરીને પત્ની ધનશ્રી વર્મા સાથેના તેના સંબંધો અને ત્યારબાદના વિવાદોએ સોશિયલ મીડિયા પર ભારે જોર પકડ્યું હતું. હવે લાંબા સમય બાદ ચહલે આ તમામ અટકળો અને ટ્રોલિંગ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
સંબંધોનો અંત અને નવી શરૂઆત :
ચહલ અને જાણીતી કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના લગ્નજીવનનો ગત વર્ષે અંત આવ્યો હતો. લગભગ ચાર વર્ષના લગ્ન જીવન બાદ બંનેએ અલગ થવાનો રસ્તો પસંદ કર્યો હતો. એક રિયાલિટી શો દરમિયાન ધનશ્રીએ કરેલા ગંભીર આરોપો અને ટિપ્પણીઓ બાદ ચહલે શાંતિ જાળવી રાખી હતી, પરંતુ હવે તેણે સ્પષ્ટ કર્યું છે કે તે ભૂતકાળને પાછળ છોડીને જીવનમાં ઘણો આગળ વધી ગયો છે. ચહલના મતે, આ તેના જીવનનો એક એવો અધ્યાય હતો જે હવે સત્તાવાર રીતે પૂરો થઈ ચૂક્યો છે અને તે જૂની વાતોમાં અટકી રહેવા માંગતો નથી.
ડેટિંગની અફવાઓ અને સિંગલ હોવાનો દાવો :
ધનશ્રી સાથેના અલગ થયા બાદ ચહલનું નામ આરજે મહવશ સાથે જોડવામાં આવ્યું હતું. લંડન પ્રવાસ દરમિયાનના કેટલાક વીડિયો વાયરલ થયા બાદ એવી ચર્ચા જાગી હતી કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જોકે, ક્રિકેટરે આ અફવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. તેણે જણાવ્યું છે કે મિત્રો સાથે ફરવા જવું એ સામાન્ય બાબત છે અને હાલમાં તે કોઈ રિલેશનશિપમાં નથી. તેણે પોતે સિંગલ હોવાની વાતનો સ્વીકાર કરીને તમામ ચર્ચાઓનો અંત લાવ્યો છે.
સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને બોડી શેમિંગ :
એક પબ્લિક ફિગર હોવાને કારણે ચહલને સતત બોડી શેમિંગ અને ઓનલાઇન ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. આ અંગે તેણે ખૂબ જ પરિપક્વતા બતાવી છે. ચહલે સ્વીકાર્યું કે શરૂઆતમાં તેને લોકોની કમેન્ટ્સથી ફરક પડતો હતો, પરંતુ હવે તેણે આ નકારાત્મકતાને સ્વીકારી લીધી છે. તેના મતે, દુનિયામાં જ્યાં પ્રેમ મળે છે ત્યાં થોડી નફરત પણ મળવાની જ છે. તેણે લોકોને સ્પષ્ટ કહી દીધું છે કે સોશિયલ મીડિયા પરની કમેન્ટ્સ તેના માનસિક સ્વાસ્થ્યને હવે અસર કરતી નથી.
શું ફરી સાથે જોવા મળશે ચહલ-ધનશ્રી ?
તાજેતરના અહેવાલો મુજબ, આ અલગ થયેલું કપલ ટૂંક સમયમાં એક નવા રિયાલિટી શો 'ધ 50' માં જોવા મળી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ફેન્સમાં આ ન્યૂઝને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. જો બંને ફરી એક ફ્રેમમાં જોવા મળશે, તો તે જોવું રસપ્રદ રહેશે કે તેમની વચ્ચે કેવી કેમેસ્ટ્રી જોવા મળે છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ

કોર્ટથી ‘સુગર ડેડી’ વિવાદ સુધી, આખરે શું ચાલી રહ્યું છે?