વિક્રમ ભટ્ટની પત્નીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન
૩૦ કરોડની છેતરપિંડીના કેસમાં શ્વેતાંબરી ભટ્ટને રાહત મળી, પરંતુ વિક્રમ ભટ્ટ હજુ જેલમાં રહેશ

વિક્રમ ભટ્ટ

વિક્રમ ભટ્ટ
બોલિવૂડના જાણીતા નિર્દેશક વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ હાલમાં ૩૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના ગંભીર કેસનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે શ્વેતાંબરી ભટ્ટને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જોકે, વિક્રમ ભટ્ટને હજુ સુધી કોઈ રાહત મળી નથી અને તેમણે જેલમાં જ રહેવું પડશે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અને આગામી તારીખ :
રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા જામીન અરજી રદ કરવામાં આવ્યા બાદ આ દંપતીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષના વકીલો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. કોર્ટે શ્વેતાંબરીને વચગાળાની રાહત આપી છે, જ્યારે હવે બંનેની નિયમિત જામીન અરજી પર આગામી સુનાવણી ૧૮ ફેબ્રુઆરીએ યોજાશે. ઉદયપુર પોલીસ દ્વારા મુંબઈથી ધરપકડ કરાયા બાદ આ દંપતી લાંબા સમયથી કાયદાકીય પ્રક્રિયા હેઠળ છે.
શું છે સમગ્ર છેતરપિંડીનો મામલો ?
રાજસ્થાનના ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના માલિક ડો. અજય મુરડિયાએ આ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. આરોપ મુજબ, વિક્રમ ભટ્ટ અને તેમની ટીમે ડોક્ટરની પત્નીની બાયોપિક બનાવવાના બહાને અને અન્ય ચાર ફિલ્મોમાં રોકાણ કરાવીને કરોડો રૂપિયા પડાવ્યા હતા. તેમને એવી લાલચ આપવામાં આવી હતી કે આ ફિલ્મો દ્વારા ૧૦૦ થી ૨૦૦ કરોડ રૂપિયાનો નફો થશે. કુલ ૪૭ કરોડના પ્રોજેક્ટ સામે કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવા છતાં ફિલ્મ નિર્માણની પ્રક્રિયામાં ગેરરીતિઓ જણાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ઉદયપુર પોલીસની કાર્યવાહી :
આ કેસની તપાસ કરી રહેલી ઉદયપુર પોલીસની ટીમે મુંબઈ જઈને જુહુ સ્થિત ફ્લેટમાંથી વિક્રમ ભટ્ટ અને તેમની પત્નીની ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન સુરક્ષા ગાર્ડ્સે પોલીસને રોકવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું. હાલમાં શ્વેતાંબરી ભટ્ટ જેલમાંથી બહાર આવી શકે છે, પરંતુ વિક્રમ ભટ્ટની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી