વિજય થલાપતિને ઝટકો: મદ્રાસ હાઈકોર્ટે અરજી ફગાવી
આવક છુપાવવા બદલ ઇન્કમ ટેક્સ વિભાગે ફટકારેલા ₹1.5 કરોડના દંડ વિરુદ્ધની અરજી કોર્ટે રદ કરી

થલાપતિ વિજય

થલાપતિ વિજય
દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અને રાજકારણમાં સક્રિય બનેલા વિજય થલાપતિની મુશ્કેલીઓમાં વધારો થયો છે. શુક્રવારે મદ્રાસ હાઈકોર્ટે આવકવેરા વિભાગ દ્વારા ફટકારેલા ₹1.5 કરોડના દંડને પડકારતી તેમની અરજી ફગાવી દીધી છે. ન્યાયાધીશ સેન્થિલકુમાર રામમૂર્તિની બેન્ચે આ મહત્વનો ચુકાદો આપ્યો છે.
શું છે સમગ્ર વિવાદ ?
આ મામલો નાણાકીય વર્ષ 2015-16 સાથે જોડાયેલો છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, અભિનેતાએ પોતાની ₹15 કરોડની આવક જાહેર કરી ન હતી. સપ્ટેમ્બર 2015માં વિજયના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા બાદ આ અનિયમિતતા સામે આવી હતી. ત્યારબાદ વિભાગે કાયદેસરની કાર્યવાહી કરીને દંડ ફટકાર્યો હતો.
કોર્ટમાં થયેલી દલીલો :
વિજયના વકીલોએ દલીલ કરી હતી કે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ મોકલવામાં વિલંબ થયો હતો અને તે કાયદાકીય સમયમર્યાદાની બહાર હતી. જોકે, આવકવેરા વિભાગે આ દલીલનો સખત વિરોધ કરતા જણાવ્યું કે તમામ પ્રક્રિયા નિયમ મુજબ અને સમયસર કરવામાં આવી છે. હાઈકોર્ટે વિભાગની દલીલોને ગ્રાહ્ય રાખીને જણાવ્યું કે નોટિસ જારી કરવામાં કોઈ ખામી નથી.
આગળનો વિકલ્પ શું છે ?
જોકે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે, પરંતુ વિજયને એક તક આપી છે. કોર્ટે જણાવ્યું છે કે સમયમર્યાદા સિવાયના અન્ય ટેકનિકલ મુદ્દાઓ પર વિજય હજુ પણ અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ આ આદેશને પડકારી શકે છે.
નોંધનીય છે કે વિજયે તાજેતરમાં જ પોતાની રાજકીય પાર્ટી લોન્ચ કરી છે અને વર્ષ 2026માં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. તેવા સમયે આ કાયદાકીય ઝટકો તેમના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી