દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા
ધર્મેન્દ્રના પરિવારે તેમની સારવાર હવે ઘરે જ કરાવવાનો નિર્ણય લીધો છે

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર જેમને શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમને બુધવારે રજા આપવામાં આવી છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉક્ટરોએ આ વાતની પુષ્ટિ કરી છે. 89 વર્ષીય ધર્મેન્દ્રના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ સહિતના પરિવારે તેમને ઘરે લઈ જઈને સારવાર કરાવવાનો નિર્ણય કર્યો છે.
ધર્મેન્દ્રના મૃત્યુની અફવાઓ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ધર્મેન્દ્રને હોસ્પિટલમાં આવ-જા કરવી પડી રહી હતી. આ અપડેટ એવા સમયે આવ્યું છે જ્યારે સોશિયલ મીડિયા પર તેમના નિવાસસ્થાને એમ્બ્યુલન્સ આવતા અને જતા હોવાના કેટલાક વીડિયો સામે આવ્યા હતા. મંગળવારે સવારે, ધર્મેન્દ્રના મૃત્યુની અફવાઓ સોશિયલ મીડિયા પર ફરતી થઈ ગઈ હતી.
આ પણ વાંચો: ધર્મેન્દ્રની તબિયત હાલ સ્થિર
મંગળવારે સાંજે હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા
જોકે, તેમના પત્ની હેમા માલિનીથી લઈને પુત્રી ઈશા દેઓલ સુધીના પરિવારે આ ખોટા અહેવાલોને નકારી કાઢ્યા હતા અને ચાહકોને ખાતરી આપી હતી કે, અભિનેતા ધર્મેન્દ્ર જીવિત છે અને સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યા છે, તેમજ તેમની સ્થિતિ સ્થિર છે. આ અઠવાડિયાની શરૂઆતમાં તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે, ધર્મેન્દ્રનો પરિવાર આખો દિવસ તેમની સાથે હોસ્પિટલમાં હતો. તેમના બાળકો સની દેઓલ, બોબી દેઓલ, ઈશા દેઓલ, ભત્રીજો અભય દેઓલ અને પત્ની હેમા માલિનીને મંગળવારે સાંજે હોસ્પિટલમાંથી બહાર નીકળતા જોવામાં આવ્યા હતા.
અનેક અભિનેતાઓ એ લીધી મુલાકાત
આ ઉપરાંત, આમિર ખાન મંગળવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ધર્મેન્દ્રની મુલાકાત લીધી હતી. આ પહેલા સોમવારે સાંજે શાહરૂખ ખાન અને સલમાન ખાન પણ અભિનેતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ધર્મેન્દ્ર છેલ્લે 2024માં શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા'માં જોવા મળ્યા હતા. હવે તેઓ શ્રીરામ રાઘવન નિર્દેશિત અને અગસ્ત્ય નંદા અભિનીત આગામી યુદ્ધ ડ્રામા 'ઈક્કીસ'માં જોવા મળશે, જે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.