IIFA એવોર્ડ્સમાં છવાઈ ગુજ્જુ ગર્લ જાનકી બોડીવાલા, કિંગખાનના હાથે મળ્યો એવોર્ડ
ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ફિલ્મ 'શૈતાન' માટે બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

IIFA એવોર્ડ્સમાં બે ગુજ્જુ સુપરસ્ટાર છવાઇ

IIFA એવોર્ડ્સમાં બે ગુજ્જુ સુપરસ્ટાર છવાઇ
જયપુરમાં રવિવારે ભવ્ય IIFA એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ફિલ્મ 'શૈતાન' માટે બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. બોલિવુડ કિંગખાન શાહરૂખ ખાને જાનકી બોડીવાલાને બેસ્ટ સપોટિંગ એક્ટ્રેસનો એવોર્ડ આપ્યો હતો. આ સિવાય બીજા સ્નેહા દેસાઇને પણ આઇફા એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ વખતનો આઈફા એવોર્ડ સમારોહ ગુજરાતીઓ માટે ખાસ બની રહ્યો, કેમ કે ગુજ્જુ અભિનેત્રી જાનકી બોડીવાલા (Janki Bodiwala) આઈફા એવોર્ડ્સમાં છવાઈ ગઈ હતી. આ વખત આઈફા એવોર્ડ્સમાં ફિલ્મ 'લાપતા લેડીઝ'ની બોલબાલા રહી હતી.
ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ફિલ્મ 'શૈતાન' માટે બેસ્ટ સપોર્ટર અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. જાનકીનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૯૯૫ના રોજ અમદાવાદમાં ભરત અને કાશ્મીરા બોડીવાલાને ત્યાં થયો હતો. તેનો એક ભાઈ છે, ધ્રુપદ બોડીવાલા. જાનકીએ પોતાનું શાળાકીય શિક્ષણ અમદાવાદના એમ.કે.માંથી કર્યું. તેણે ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ, ગાંધીનગરમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરીની ડિગ્રી મેળવી.
જાનકીએ મિસ ઈન્ડિયા 2019 માં પણ ભાગ લીધો હતો જ્યાં તે મિસ ઈન્ડિયા ગુજરાતના ટોચના 3 ફાઇનલિસ્ટમાં સામેલ હતી. જાનકીએ પોતાના કરિયરની શરૂઆત કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'છેલ્લો દિવસ' થી કરી હતી.
જાનકીએ , 'ઓહ! તેમણે 'તેરી', 'તંબુરો', 'દાઉદ પકડકા', 'નાદીદોષ' અને 'વાશ' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. જેમાં વશ એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ અને વર્ષ 2024 માં, અજય દેવગન, જ્યોતિકા અને આર. વિકાસ , માધવન સાથે મળીને શૈતાન ફિલ્મની હિન્દી રિમેક બનાવી હતી, જેમાં જાનકી પણ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કેવડિયામાં આજે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ, કાર્તિક આર્યન, મામૂટ્ટી અને યામી ગૌતમ સહિત સ્ટાર્સનું થશે સન્માન.

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.