મૃણાલ-સિદ્ધાંતની જોડીનો જાદુ: ‘દો દીવાને સહેર મેં’
મુંબઈની ગલીઓમાં ખીલશે મૃણાલ-સિદ્ધાંતનો ઇશ્ક, ‘ઘરૌંદા’ ના સંગીતે જીત્યા દિલ.

મૃણાલ-સિદ્ધાંતની જોડીનો જાદુ

મૃણાલ-સિદ્ધાંતની જોડીનો જાદુ
બોલિવૂડમાં ભવ્ય ફિલ્મો માટે જાણીતા સંજય લીલા ભણસાલી આ વખતે એક અત્યંત સંવેદનશીલ અને વાસ્તવિક પ્રેમ કહાની લઈને આવી રહ્યા છે.
૧૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ફિલ્મ 'દો દીવાને સહેર મેં' નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની જોડીએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. રવિ ઉદ્યાવર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ શહેરી જીવનની ભાગદોડ વચ્ચે ખીલતા 'અધૂરા પણ પૂરતા' પ્રેમની વાત કરે છે.
૧ મિનિટના આ ટીઝરમાં મુંબઈની ગીચ ગલીઓથી લઈને બરફથી ઢંકાયેલા પહાડો સુધીની સફર જોવા મળે છે. ટીઝરની સૌથીમોટી વિશેષતા ૧૯૭૭ની ક્લાસિક ફિલ્મ 'ઘરૌંદા'ના આઇકોનિક ગીત "દો દીવાને સહેર મેં" નું રિક્રિએશન છે.
ગુલઝાર સાહેબના અમર શબ્દો અને ભૂપિન્દર-લાઈલાના અવાજની યાદ અપાવતું આ સંગીત આધુનિક પ્રેમકથામાં અનોખો પ્રાણ ફૂંકે છે. ઝી સ્ટુડિયોએ આ ટીઝર શેર કરતા લખ્યું છે કે, "દરેક ઇશ્ક પરફેક્ટ નથી હોતો, પણ એ પૂરતો હોય છે."
ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી એક મધ્યમવર્ગીય યુવકના રોલમાં છે જે પોતાની મથામણો સાથે પ્રેમ શોધી રહ્યો છે, જ્યારે મૃણાલ ઠાકુર તેના પાત્રમાં અદભૂત ભાવુકતા લાવે છે. ભણસાલીની અન્ય ફિલ્મોની સરખામણીએ આ ફિલ્મ વધુ નેચરલ અને વાસ્તવિક જણાય છે.
સોશિયલ મીડિયા પર આ 'ઇમ્પર્ફેક્ટ' લવ સ્ટોરીને લાખો વ્યૂઝ મળી રહ્યા છે. વેલેન્ટાઇન વીક દરમિયાન એટલે કે ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ

કોર્ટથી ‘સુગર ડેડી’ વિવાદ સુધી, આખરે શું ચાલી રહ્યું છે?