ધ કેરળ સ્ટોરી 2 વિવાદ: હાઈકોર્ટે નોટિસ ફટકારી
કેરળને બદનામ કરવાના આરોપ સાથે સેન્સર સર્ટિફિકેટ રદ કરવા અરજી, આગામી સુનાવણી 24 ફેબ્રુઆરીએ

ધ કેરળ સ્ટોરી 2

ધ કેરળ સ્ટોરી 2
ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2’ રિલીઝ થાય તે પહેલા જ કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ છે. કેરળ હાઈકોર્ટે આ ફિલ્મના નિર્માતાઓ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને નોટિસ પાઠવી છે. આ નોટિસ ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી બાદ આપવામાં આવી છે.
રાજ્યની છબી ખરડાવવાનો આરોપ :
કન્નુર જિલ્લાના રહેવાસી શ્રીદેવ નમ્બૂથિરીએ દાખલ કરેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે આ ફિલ્મમાં કોઈ પણ નક્કર પુરાવા વિના સમગ્ર કેરળ રાજ્યને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે. અરજદારના મતે ફિલ્મનું ટ્રેલર સૂચવે છે કે વાર્તા અલગ-અલગ રાજ્યોની મહિલાઓ પર આધારિત છે અને મોટાભાગની ઘટનાઓ ઉત્તર ભારતમાં બને છે, તેમ છતાં ફિલ્મનું નામ ‘કેરળ’ રાખીને રાજ્યને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે કેરળના લોકો દેશ-વિદેશમાં અર્થતંત્રમાં મોટું યોગદાન આપી રહ્યા છે, ત્યારે આવી ફિલ્મો રાજ્યને દેશના અન્ય ભાગોથી અલગ પાડવાનું કામ કરે છે. લેખક અને દિગ્દર્શકના કાલ્પનિક ડરને વાસ્તવિકતા તરીકે રજૂ કરીને સામાજિક સૌહાર્દ બગાડવાનો આ એક પ્રયાસ હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
કોર્ટની કાર્યવાહી અને આગામી સુનાવણી :
હાઈકોર્ટે આ મામલે ગંભીરતા દાખવીને સેન્સર બોર્ડને પોતાનો જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ ફિલ્મની નિર્માતા કંપની સનશાઇન પિક્ચર્સને પણ પોતાનો પક્ષ રાખવા જણાવાયું છે. આ કેસની આગામી સુનાવણી 24 ફેબ્રુઆરી, મંગળવાર ના રોજ હાથ ધરવામાં આવશે.
રાજકીય વિરોધ અને ફિલ્મની વિગતો :
નોંધનીય છે કે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ આ સિક્વલનો સખત વિરોધ કર્યો છે. તેમણે આ ફિલ્મને રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
દિગ્દર્શન: કામાખ્યા નારાયણ સિંહ
લેખક: અમરનાથ ઝા અને વિપુલ અમૃતલાલ શાહ
વિષય: પ્રેમ અને ધર્માંતરણના નામે મહિલાઓને ફસાવવાની કથિત વાર્તા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી