અલ્લૂઅર્જુનની આગામી ફિલ્મ શક્તિમાન હોવા પર અટકળ
હવે આ સુપરહીરો ફિલ્મમાં રણવીર સિંહની છુટ્ટી થઇ ગઇ હોવા પર ચર્ચા

ફિલ્મમાં શક્તિમાનના આઇકોનિક રોલમાં જોવા મળશે.

ફિલ્મમાં શક્તિમાનના આઇકોનિક રોલમાં જોવા મળશે.
અલ્લુ અર્જુને તાજેતરમાં મલયાલમ દિગ્દર્શક જોસેફ બેસલી સાથે એક ફિલ્મ સાઇન કરી છે, અને એવી ચર્ચા છે કે તે આ ફિલ્મમાં શક્તિમાનના આઇકોનિક રોલમાં જોવા મળશે.
અગાઉ આ ભૂમિકા માટે રણવીર સિંહનું નામ ચર્ચામાં હતું, પરંતુ મુકેશ ખન્નાને લાગ્યું કે રણવીર આ રોલ માટે યોગ્ય નથી અને તેમણે અલ્લુ અર્જુનનું નામ સૂચવ્યું.
જોકે, અલ્લુ અર્જુન શક્તિમાનનો રોલ કરવાનો છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અભિનેતા એક સુપરહીરો ફિલ્મની તૈયારી કરી રહ્યો હોવાથી આ અટકળો વહેતી થઈ છે. બીજી એક શક્યતા એવી પણ છે કે અલ્લુ અર્જુન શક્તિમાન નહીં, પરંતુ કોઈ અન્ય સુપરહીરોની ભૂમિકાની તૈયારી કરી રહ્યો છે.
અલ્લુ અર્જુન શક્તિમાનનો રોલ કરશે કે કેમ તે તો સમય જ કહેશે, પરંતુ આ સમાચારે તેના ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો છે. ચાહકો માને છે કે અલ્લુ અર્જુન જ આ પાત્રને સંપૂર્ણ ન્યાય આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુન ઘણા સમયથી સુપરહીરોના પાત્રને લઈને ચર્ચામાં છે, અને અગાઉ એવી પણ વાતો હતી કે તેની સુપરહીરો ફિલ્મનું નિર્માણ સોની પિક્ચર્સ કરવા જઈ રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.