સોનુ સૂદ નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા
રાહત કામગીરી શરૂ કરી; કહ્યું- ‘નેપાળ એકલું નથી’

નેપાળ ના અસરગ્રસ્ત વિસ્તારોની સોનુ સુદે મુલાકાત લીધી

નેપાળ ના અસરગ્રસ્ત વિસ્તારોની સોનુ સુદે મુલાકાત લીધી
Sonu Sood in Nepal: નેપાળમાં ભયાનક પૂરથી સર્જાયેલી તબાહીના વચ્ચે બોલિવૂડ અભિનેતા અને પરોપકારી સોનુ સૂદ મદદ માટે આગળ આવ્યા છે. સોનુ સૂદ પોતાની ‘સૂદ ચેરિટી ફાઉન્ડેશન’ની ટીમ સાથે નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા છે અને અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં સોનુ સૂદે કરી મુલાકાત
સોનુ સૂદે નેપાળમાં પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમની સાથે સોનુ સૂદ ફાઉન્ડેશનની ટીમ પણ પહોંચી હતી. ટીમ ભારતમાંથી ખાદ્યસામગ્રી, ધાબળા અને અન્ય જરૂરી વસ્તુઓ લઈને નેપાળ પહોંચી છે.
સોનુ સૂદે પૂરપીડિત પરિવારો સાથે મુલાકાત કરી તેમની સ્થિતિ જાણી હતી. તેમણે અસરગ્રસ્ત લોકો સાથે સીધી વાતચીત કરીને તેમની તાત્કાલિક જરૂરિયાતો સમજવાનો પ્રયાસ કર્યો હતો.
માત્ર થોડા દિવસ નહીં, મહિનાઓ સુધી મદદ ચાલુ રહેશે
સોનુ સૂદે જણાવ્યું કે નેપાળમાં શરૂ કરવામાં આવેલી રાહત કામગીરી માત્ર તાત્કાલિક સહાય પૂરતી મર્યાદિત નહીં રહે. આગામી મહિનાઓ સુધી જરૂરિયાતમંદ લોકો સુધી જરૂરી સહાય પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
પૂરમાં ઘર અને સંપત્તિ ગુમાવનારા પરિવારોની સ્થિતિને દુઃખદ ગણાવતા સોનુ સૂદે કહ્યું કે મુશ્કેલીના સમયમાં અસરગ્રસ્ત લોકોની સાથે ઊભા રહેવું જરૂરી છે.
‘નેપાળ એકલું નથી’, સોનુ સૂદની ખાતરી
પૂરથી અસરગ્રસ્ત નેપાળના લોકોને સોનુ સૂદે વિશ્વાસ અપાવ્યો કે તેઓ એકલા નથી. તેમની ટીમ ખોરાક, ધાબળા, આશ્રય અને અન્ય જરૂરી સહાય પહોંચાડવા માટે સતત કામ કરશે.
સોનુ સૂદે જરૂરિયાત પ્રમાણે ભારતમાંથી વધુ રાહત સામગ્રી નેપાળ મોકલવાના પ્રયાસો કરવાની પણ વાત કરી છે.
ભારતની રાહત સહાયની સોનુ સૂદે કરી પ્રશંસા
નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી માટે ભારત તરફથી કરવામાં આવી રહેલી મદદની સોનુ સૂદે પ્રશંસા કરી હતી. ભારતમાંથી રાહત સામગ્રી નેપાળ પહોંચાડવી પડકારજનક હોવા છતાં અનેક લોકોના સહયોગથી મદદ પહોંચાડવાની કામગીરી આગળ વધી રહી છે.
સોનુ સૂદ અગાઉ પણ મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ માટે આગળ આવી ચૂક્યા છે. હવે નેપાળના પૂરપીડિતો માટે પણ તેમણે મદદનો હાથ લંબાવ્યો છે. તેમનું ‘નેપાળ એકલું નથી’ નિવેદન તેમની માનવતાવાદી પહેલને વધુ ચર્ચામાં લાવી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિશા સાલિયાન ડેથ કેસમાં મોટો વળાંક! બોમ્બે હાઈકોર્ટે CBI તપાસનો આદેશ આપ્યો અને દિશાના પિતા સતીશ સાલિયાનનું નિવેદન નોંધી FIR દાખલ કરવા નિર્દેશ કર્યો.

જાણો આવારાપન 2 અને હનુમાન અંશનું બોક્સ ઓફિસ કલેક્શન

ટ્રોલિંગ બાદ અભિનેતાએ તોડ્યું મૌન