શતક: RSSના 100 વર્ષની ગાથા હવે સિનેમાના પડદે
અજય દેવગણે ફિલ્મ ‘શતક’ના ટીઝરને આપ્યું સમર્થન, સંઘના ઐતિહાસિક પ્રવાસની ઝલક જોવા મળશે

શતક સંઘના 100 વર્ષ ફિલ્મ

શતક સંઘના 100 વર્ષ ફિલ્મ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર એક ભવ્ય સિનેમેટિક રજૂઆત 'શતક: સંઘના 100 વર્ષ' આવી રહી છે. તાજેતરમાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ ફિલ્મ સંઘની વિચારધારા, તેનો સંઘર્ષ અને રાષ્ટ્ર નિર્માણમાં સ્વયંસેવકોના ફાળાને વાચા આપશે.
અજય દેવગણનું સમર્થન અને ઉત્સાહ :
બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણે આ ફિલ્મને ખુલ્લું સમર્થન આપીને ટીઝર શેર કર્યું છે. તેમણે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે રાષ્ટ્રના ઉત્થાનમાં સંઘનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે. યોગ ગુરુ બાબા રામદેવ બાદ અજય દેવગણના જોડાણથી પ્રેક્ષકોમાં આ ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા બેવડાઈ છે.
ફિલ્મની વિશેષતાઓ અને ઐતિહાસિક સંદર્ભ :
ફિલ્મના ટીઝરમાં સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને માધવ સદાશિવરાવ ગોળવલકરના પાત્રોની ઝલક જોવા મળે છે. સાથે જ લોકમાન્ય તિલક અને મહાત્મા ગાંધી જેવા મહાનુભાવો સાથેના સંવાદો અને સ્વતંત્રતા આંદોલનથી લઈને કટોકટી સુધીના મહત્વના કિસ્સાઓને ફિલ્મમાં આવરી લેવામાં આવ્યા છે. 'ન રોકાયા, ન થાક્યા, ન ઝુક્યા' ટેગલાઇન સાથે આ ફિલ્મ સંઘના અડગ મનોબળને દર્શાવે છે.
મુખ્યાલય ખાતે ગીતનું વિમોચન :
આ અગાઉ દિલ્હી સ્થિત સંઘના મુખ્યાલય કેશવ કુંજ ખાતે ફિલ્મના ગીત 'ભગવા છે આપણી ઓળખ'નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત અને ભૈયાજી જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલી એવી ફિલ્મ છે જેને સંઘના ટોચના નેતૃત્વનું સીધું માર્ગદર્શન અને સમર્થન પ્રાપ્ત થયું છે.
નિર્માણ અને રિલીઝ ડેટ :
આશિષ મોલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વિર કપૂર દ્વારા નિર્મિત છે. વર્ષ 1875 થી 1950 ના સમયગાળાના વિવિધ સામાજિક આંદોલનો અને તેમાં સંઘની ભૂમિકાને અહીં તથ્યો સાથે રજૂ કરવામાં આવી છે. આ બહુપ્રતીક્ષિત ફિલ્મ 19 ફેબ્રુઆરી 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી