દ્રશ્યમ 3: ગોવામાં ખેલાશે સાલગાંવકરની અંતિમબાજી
અજય દેવગણ અને જયદીપ અહલાવત વચ્ચે જામશે માઇન્ડ ગેમ, જાણો ગોવા શૂટિંગ શેડ્યૂલની વિગતો

દ્રશ્યમ 3

દ્રશ્યમ 3
ભારતીય સિનેમાની સૌથી સફળ સસ્પેન્સ થ્રિલર ફ્રેન્ચાઇઝી 'દ્રશ્યમ' હવે તેના ત્રીજા અને અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. વિજય સાલગાંવકરની ચતુરાઈ અને પોલીસ તપાસ વચ્ચેની આ રોમાંચક જંગમાં હવે એક નવો વળાંક આવવા જઈ રહ્યો છે. ફિલ્મનું અડધું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હવે ટીમ તેના સૌથી મહત્વના લોકેશન એટલે કે ગોવા જવા માટે સજ્જ છે.
1 માર્ચથી ગોવામાં શરૂ થશે નિર્ણાયક શૂટ :
અજય દેવગણ પોતાની ટીમ સાથે આગામી 25 ફેબ્રુઆરીએ ગોવા પહોંચશે. પ્રારંભિક તૈયારીઓ અને ટેકનિકલ સેટઅપ બાદ, 1 માર્ચથી અસલી શૂટિંગનો પ્રારંભ થશે. આ શેડ્યૂલમાં અજય દેવગણ અને જયદીપ અહલાવત વચ્ચેના મહત્વના દ્રશ્યો ફિલ્માવવામાં આવશે. મેકર્સનો લક્ષ્ય હોળી પહેલા ફિલ્મના જટિલ ભાગોનું શૂટિંગ પૂરું કરવાનો છે, જેથી મે મહિના સુધીમાં ફિલ્મનું તમામ કામ આટોપી શકાય.
જયદીપ અહલાવતનો નવો અંદાજ :
આ વખતે ફિલ્મમાં સૌથી મોટો ફેરફાર કાસ્ટિંગમાં છે. અક્ષય ખન્નાના સ્થાને 'પાતાલ લોક' ફેમ જયદીપ અહલાવત ક્રાઈમ એસપીની ભૂમિકામાં જોવા મળશે. જોકે, ખાસ વાત એ છે કે જયદીપ આ ફિલ્મમાં પોલીસ યુનિફોર્મ વગર, સિવિલ ડ્રેસમાં સાલગાંવકરના પરિવાર સામે ટકરાશે. વિજય સાલગાંવકર દ્વારા વર્ષોથી દફન કરવામાં આવેલા રહસ્યોને જયદીપ કેવી રીતે ઉકેલે છે, તે જોવું રસપ્રદ રહેશે.
રિમેક નહીં પણ ઓરિજિનલ સ્ક્રિપ્ટ :
ડિરેક્ટર અભિષેક પાઠકે આ વખતે 'દ્રશ્યમ 3' ને મલયાલમ વર્ઝનથી અલગ રાખી છે. આ ફિલ્મ હવે મોહનલાલની મલયાલમ ફિલ્મની રિમેક નથી, પરંતુ તેને ઉત્તર ભારતીય સંસ્કૃતિ અને મૌલિક સ્ક્રિપ્ટના આધારે તૈયાર કરવામાં આવી છે. મેકર્સનો દાવો છે કે ફિલ્મનો ક્લાઇમેક્સ અત્યાર સુધીના તમામ ભાગો કરતા વધુ ચોંકાવનારો હશે અને તે વિજય સાલગાંવકરની વાર્તાનો યોગ્ય અંત લાવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી