રણવીર સિંહ પાસે ₹10 કરોડની ખંડણીની માંગ
લોરેન્સ બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે મોકલી ધમકીભરી વોઈસ નોટ, અભિનેતાની સુરક્ષામાં વધારો

રણવીર સિંહ

રણવીર સિંહ
મુંબઈમાં ગેંગસ્ટરોનો આતંક સતત વધી રહ્યો છે. હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહને નિશાન બનાવવામાં આવ્યો છે. ગેંગના મુખ્ય સાગરિત હેરી બોક્સરે રણવીર સિંહ પાસે ₹10 કરોડની ખંડણી માંગી છે અને ધમકીભરી વોઈસ નોટ મોકલી છે.
અમેરિકન નંબરથી આવી ધમકી :
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે રણવીર સિંહના મેનેજરના વોટ્સએપ પર એક અમેરિકન નંબર પરથી વોઈસ નોટ મળી હતી. પોલીસ તપાસમાં પુષ્ટિ થઈ છે કે આ અવાજ હેરી બોક્સરનો છે. ક્રાઈમ બ્રાન્ચ હવે પ્રોટોકોલ મુજબ અમેરિકન એજન્સીઓનો સંપર્ક કરી રહી છે જેથી તે વિદેશી નંબરની વધુ વિગતો મેળવી શકાય.
રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ બાદ બીજી ધમકી :
ઘટનાક્રમ મુજબ, પ્રખ્યાત ડાયરેક્ટર રોહિત શેટ્ટીના નિવાસસ્થાને પાંચ રાઉન્ડ ફાયરિંગ થયા બાદ આ ધમકી આપવામાં આવી હતી. પહેલી ધમકી 10 ફેબ્રુઆરીએ મળી હતી, જ્યારે બીજી ધમકી 13 ફેબ્રુઆરીએ આવી હતી. ધમકીમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે રણવીર સિંહે રોહિત શેટ્ટીને પોલીસ ફરિયાદ ન કરવાની સલાહ આપી હતી, જે ગેંગને પસંદ આવ્યું નથી. ગેંગ દ્વારા રણવીર અને રોહિતના પરિવાર અને મેનેજરો પર નજર રાખવામાં આવી રહી હોવાની વાત પણ કરવામાં આવી છે.
પોલીસ તપાસ અને સુરક્ષા :
હાલમાં પોલીસે આ મામલે રણવીર સિંહના મેનેજરનું નિવેદન નોંધી લીધું છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે FIR દાખલ કરવામાં આવી નથી, કારણ કે ક્રાઈમ બ્રાન્ચ હજુ વધુ પુરાવા એકઠા કરી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા મુંબઈ પોલીસે રણવીર સિંહ અને રોહિત શેટ્ટી બંનેની સુરક્ષામાં વધારો કરી દીધો છે. અત્યાર સુધી અભિનેતા કે તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી