રાજપાલ યાદવ જેલહવાલે: કોમેડિયનના જીવનમાં કરુણતા
ચેક બાઉન્સ કેસમાં જેલ જતાં પહેલા ભાવુક થયા રાજપાલ યાદવ, કહ્યું- આ લડાઈ મારે એકલા લડવી પડશે

રાજપાલ યાદવ

રાજપાલ યાદવ
બોલિવૂડમાં પોતાની અનોખી કોમેડી અને અભિનયના જોરે કરોડો દર્શકોના ચહેરા પર સ્મિત લાવનાર અભિનેતા રાજપાલ યાદવ અત્યારે અત્યંત મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. હંમેશા મનોરંજન પૂરું પાડતા આ કલાકાર આજે કાયદાકીય ગૂંચવણોમાં ફસાયા છે. તાજેતરમાં એક જૂના ચેક બાઉન્સ કેસમાં તેમને તિહાર જેલમાં આત્મસમર્પણ કરવું પડ્યું છે.
આત્મસમર્પણ પહેલા છલકાયું દર્દ :
જેલમાં જતા પહેલા મીડિયા સમક્ષ વાત કરતા રાજપાલ યાદવ ખૂબ જ ભાવુક દેખાયા હતા. તેમણે પોતાની લાચારી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની પાસે અત્યારે આર્થિક ભીંસ છે અને કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી. તેમણે દુઃખ સાથે સ્વીકાર્યું હતું કે મુશ્કેલીના આ સમયમાં તેઓ સાવ એકલા પડી ગયા છે અને કોઈ મિત્ર કે ટેકો તેમની પાસે નથી. આ ગંભીર સમસ્યાનો સામનો તેમણે પોતે જ એકલા હાથે કરવો પડશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
શું છે સમગ્ર મામલો ?
રાજપાલ યાદવ પર લાંબા સમયથી ચેક બાઉન્સનો કેસ ચાલી રહ્યો હતો. આ મામલે કોર્ટે તેમને 2 ફેબ્રુઆરી સુધીમાં શરણાગતિ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. જોકે, અભિનેતાના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમણે 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી લીધી છે અને નાણાં ચૂકવવા માટે વધુ એક સપ્તાહનો સમય માંગ્યો હતો.
પરંતુ ન્યાયાધીશ સ્વરણ કાંતા શર્માએ આ વિનંતીને ગ્રાહ્ય રાખી નહોતી અને મુદત વધારવાનો ઇનકાર કરી દીધો હતો. અંતે કોઈ વિકલ્પ ન બચતા રાજપાલ યાદવે ગુરુવારે દિલ્હીની તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી