રાજપાલયાદવ જેલમાં ગયા તો મીત્ર પર ટ્રોલિંગનો વરસાર
સોનુ સૂદની મદદનો હાથ, નવાઝુદ્દીન સિદ્દીકી પર ટ્રોલિંગનો વરસાદ, જૂનો વીડિયો વાયરલ

રાજપાલ યાદવ

રાજપાલ યાદવ
બોલિવુડના પ્રખ્યાત કોમેડિયન રાજપાલ યાદવ હાલ તિહાર જેલમાં સજા કાપી રહ્યા છે. 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટે તેમની અરજીને નકારી કાઢતા તેઓએ 9 ફેબ્રુઆરી, 2026ના રોજ જેલમાં સરેન્ડર કર્યું હતું. કોર્ટમાં ભાવુક થઈને તેમણે કહ્યું હતું કે, "કોઈનું કોઈ નથી. હું આ કટોકટીનો સામનો એકલો જ કરીશું. મારી પાસે પૈસા નથી." આ નિવેદનથી સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે અને અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
કેસની વિગતોઆ કેસ 2010નો છે, જ્યારે રાજપાલ યાદવે તેમની ફિલ્મ પ્રોડક્શન માટે 9 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ચેક બાઉન્સ થતા કેસ થયો અને હાઈકોર્ટે તેમને જેલની સજા સંભળાવી. તેઓને 3 મહિનાની સજા થઈ છે. સરેન્ડર કરતા પહેલા તેઓએ કોર્ટમાં કહ્યું કે તેઓ એકલા છે અને કોઈ મદદ નથી મળી રહી.
સોનુ સૂદ અને અન્યની મદદસમાચાર મળતા જ સોનુ સૂદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, "પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ અને સાથીઓ સાથે મળીને રાજપાલને મદદ કરીએ. તે એકલા નથી." તેઓએ રાજપાલને ફિલ્મમાં સાઈનિંગ અમાઉન્ટ આપવાની વાત કરી. ગુરમીત ચૌધરીએ પણ સમર્થન આપ્યું છે અને તેમને બહાર લાવવા પ્રયાસ કરી રહ્યા છે. લોકો સોનુ સૂદના વખાણ કરી રહ્યા છે કે તેઓ કોઈ જૂના સંબંધ વિના મદદ કરી રહ્યા છે.
નવાઝુદ્દીનનો જૂનો વીડિયો વાયરલ'ધ લાફ્ટર શો' યુટ્યુબ ચેનલ પર નવાઝુદ્દીનનો જૂનો વીડિયો વાયરલ થયો છે. કપિલ શર્મા શોમાં તેઓ કહે છે કે, "સંઘર્ષના દિવસોમાં અમે 20-22 કલાકારો મુંબઈમાં સ્ટ્રગલ કરતા હતા. માત્ર રાજપાલ પાસે જ કામ હતું. અમને ભૂખ લાગે તો તેમના ઘરે જતા. તેમનું ઘર લંગર જેવું હતું, સવારથી સાંજ સુધી ચૂલો સળગતો રહેતો." આ વીડિયોમાં તેઓ રાજપાલની ઉદારતાના વખાણ કરે છે.
ટ્રોલર્સનું નિશાનઆ વીડિયો વાયરલ થતા જ નેટીઝન્સ નવાઝુદ્દીન પર ગુસ્સો કાઢી રહ્યા છે. એક યુઝરે લખ્યું: "નવાઝ પાસે પૂરતા પૈસા છે, તો તે જૂના મિત્રની મદદ કેમ નથી કરતા?" બીજા યુઝરે કહ્યું: "માત્ર નવાઝ જ નહીં, મનોજ બાજપેયી જેવા કલાકારોએ પણ રાજપાલના ઘરે મફત ભોજન લીધું છે, પરંતુ કોઈ મદદ કરતું નથી." લોકો કહે છે કે જેમણે અન્ન આપ્યું તેમને આજે મદદની જરૂર છે પરંતુ સફળ કલાકારો મૌન છે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓએક્સ (ટ્વિટર) પર આ મુદ્દો ટ્રેન્ડ કરી રહ્યો છે. એક પોસ્ટમાં કહેવામાં આવ્યું: "રાજપાલના ઘરે ખાવું અને આજે તેમને મદદ ન કરવી, આ છે બોલિવુડની મિત્રતા." અન્ય પોસ્ટમાં સોનુ સૂદને વખાણવામાં આવ્યા: "સોનુ સૂદ જેવા લોકો જ બોલિવુડનું ગૌરવ છે." નવાઝુદ્દીન અને અન્ય કલાકારો પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે કે તેઓ કેમ મદદ નથી કરી રહ્યા.
આ ઘટના બોલિવુડમાં મિત્રતા અને મદદના મુદ્દાને ઉજાગર કરે છે. રાજપાલ યાદવના ચાહકો તેમના ઝડપી મુક્તિની આશા રાખે છે અને ઉદ્યોગને એકજૂટ થવા અપીલ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી